.
ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકેની ફિલ્મ
ભારતની પ્રથમ ફીચર ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર”.
દાદાસાહેબ ફાળકે ના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” ઈ.સ. 1913માં મુંબઈમાં રજૂ થયેલી તે આપ જાણો છો.
આ ફિલ્મની પટકથા માટે દાદાસાહેબ ફાળકેએ ગુજરાતના આદ્ય નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેના નાટકનો આધાર લીધો હતો.
“રાજા હરિશ્ચંદ્ર” ફિલ્મના ટાઈટલ્સમાં દાદાસાહેબ ફાળકેએ રણછોડભાઈ દવેના નામની ક્રેડીટ મૂકેલી છે.
ભારતીય ફિલ્મઉદ્યોગ (ચલચિત્ર ઉદ્યોગ) ના પાયામાં ગુજરાતનું વિશિષ્ટ યોગદાન રહેલું છે.
. . . . . વિશેષ માહિતી વાંચો:
રણછોડભાઈ દવે : (1) મધુસંચય (2) ગુજરાતી સારસ્વત પરિચય
દાદાસાહેબ ફાળકે : (1) અનામિકા (2) અનુપમા
* * * * * * * * * * * * * * * * * * * *
મુંબઈમાં નાટકનો વિકાસ કેટલાક ગુજરાતી મહેતાજીઓએ કર્યો તેવું એક સામયિકમાં વાંચ્યું હતું. તમારી અધિક જાણકારી માટે કહું કે મુંબઈમાં 1878માં ગુજરાતી નાટક મંડળી નામની નાટ્યસંસ્થા સ્થપાઈ. તે સંસ્થાએ રણછોડભાઈનું “લલિતાદુ:ખદર્શક” નાટક ભજવ્યું હતું તેવી માહિતિ છે.
How possible! દાદાસાહેબની તમામ ફિલ્મો સાયલેંટ હતી . ટોલ્કી ફિલ્મો શરુ થઈ તો સાયલેંટનો ઈતિહાસ પણ ખોવાઈ ગયો સાહેબ. આજે તમને એક સાયલેંટ ફિલ્મ જોવા મળે? તમામ ફિલ્મોની પ્રિંટ નાશ પામી .. દાદાસાહેબની પ્રિંટની વાત ક્યાં કરવી?
આપે રસ લઈને બ્લોગ વાંચ્યો તે બદલ આભાર.મૂંગા ચલચિત્રો (કે સાયલંટ ફિલ્મો ) વિષે આપ અંશત: સાચા છો. આપની થોડી ગેરસમજ દૂર કરું.
બોલપટ (ટોકી મુવીઝ) આવ્યા પછી મૂંગી ફિલ્મોની દુર્દશા થઈ. મોટા ભાગની ફિલ્મોની પ્રિંટ રઝળતી થઈ ગઈ. આમ છતાં, નેશનલ ફિલ્મ આર્કાઈવ્ઝ-પૂના ફિલ્મ ઈંસ્ટીટ્યુટ તથા કેટલાક ફિલ્મ ચાહકોના પ્રયાસોથી ગણીગાંઠી ફિલ્મના જૂજ પ્રિંટ- થોડાં રીલ્સ સુરક્ષિત રહી શક્યાં છે. તેમાં દાદાસાહેબની છએક ફિલ્મ્સના ટુકડાઓ છે.
આપને રસ હોય તો મારો ઈ-મેઈલથી સંપર્ક કરશો. … હરીશ દવે અમદાવાદ
our society and culture really need your support.thank you for your efforts.