વિજ્ઞાન · સમાચાર

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ

વિશ્વમાં અનેકવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા સિદ્ધ થતી જાય છે.

અમેરિકા અને ચીન જેવા દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્ત્વ પારખી ચૂક્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટેલિજન્ટ મશીનનાં પ્યાદાંઓથી આવતી કાલની દુનિયાના સુપર પાવર નિર્મિત થવાની શક્યતાઓ નકારી ન શકાય. જો અમેરિકા-ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હોડમાં ઉતર્યા હોય, તો ભારત શા માટે પાછળ રહે?

ભારત પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના વ્યાવહારિક ઉપયોગો માટે સજ્જ થઈ રહ્યું છે.

દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એપ્લિકેશન્સ ઇ-કોમર્સ, ટેલિકોમ, હેલ્થકેર, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, એન્ટરટેઇનમેન્ટ, કમ્મ્યુનિકેશન, ડિફેન્સ, ટ્રાંસ્પોર્ટેશન, ઇન્ફર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વ્યાપક બનતી જાય છે, જ્યારે ભારતમાં મુખ્યત્વે હેલ્થકેર, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં તે વિશેષ પ્રચલિત છે. જો કે ભારતમાં એમેઝોન જેવી મલ્ટિનેશનલ કંપનીઓ સાથે ઇન્ફોસિસ તથા રિલાયંસ જેવી કંપનીઓ પણ એઆઇ ટેકનોલોજીને અપનાવી રહી છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે.

બિગ ડેટા, ક્લાઉડ ટેકનોલોજી, મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક ત્વરાથી વિશ્વ પર છવાતાં  ભારત સરકાર તેમજ દેશના પોલિસી કમિશન (નીતિ આયોગ) ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની અનિવાર્યતા સમજાઈ છે. ફેબ્રુઆરી 2018માં  દ્વારા ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનો નેશનલ પ્રોગ્રામ જાહેર થયો છે, જે અંતર્ગત એઆઇ ક્ષેત્રે સંશોધન પર વિશેષ ભાર મૂકાશે.

આવતા દસ વર્ષમાં બિગ ડેટા અને ક્લાઉડ ટેકનોલોજીએ આપણા જીવનને ભરડો લઈ લીધો હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આપના રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ભાગ જરૂર ભજવતા હશે. આપ યુવાન હો કે સિનિયર સિટિઝન, આપને દુનિયા સાથે તાલ મિલાવવા આ અદ્યતન ટેકનોલોજીથી વાકેફ રહેવું પડશે. દેશના બાળકોને અને યુવાનોને આ વિશે જાગૃત કરવાની આપણા સૌની ફરજ છે.

આવો, ‘અનુપમા’ના આજના અંકમાં વિશ્વમાં વિસ્તરતી એઆઇ ટેકનોલોજીના સ્કોપને સમજવા સાથે ભારતમાં એઆઇના સ્કોપનું મૂલ્યાંકન કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એટલે શું?

પ્રથમ આપણે માનવ બુદ્ધિ વિશે વિચારીએ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો અર્થ સમજવો સરળ રહેશે. વિચારો: માનવી કયાં કાર્યો વિશેષ બુદ્ધિ વાપરીને કરે છે? મનુષ્યનું બુદ્ધિપૂર્વકનું કાર્ય એટલે ભાષા સમજવાનું કાર્ય, બોલવાનું કાર્ય, પ્રતિભાવ આપવાનું, તર્કપૂર્વક વિચારવાનું, નિર્ણય લેવાનું, નવું કામ શીખવાનું કાર્ય ઇત્યાદિ.

આજે દુનિયાના વ્યવહારો એટલા તો સંકુલ અને ત્વરિત બનતાં જાય છે કે મનુષ્યની બુદ્ધિ મૂંઝાઈ જાય! હવે મનુષ્યને એવું મશીન જોઈએ કે જે માનવીની જેમ વિચારીને સ્વતંત્ર કામ કરી શકે! આવા મશીનને આસપાસના વાતાવરણથી-દુનિયાથી પરિચિત કરવામાં આવે, ખૂબ બધી માહિતી (ડેટા) આપવામાં આવે અને માનવબુદ્ધિ જેવી ‘પ્રૉસેસિંગ’ ક્ષમતા આપવામાં આવે તો તે આવી આર્ટિફિશિયલ ઇંટેલિજંસથીપોતાની જાતે સ્વતંત્ર રીતે કામ કરતું થઈ જાય!

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે આ ક્ષમતા છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

વિચાર કરવાની’, ‘તર્કશક્તિથી નિર્ણય લેવાની’, ‘પરિસ્થિતિને રિસ્પોંડ કરવાનીઅને સમજદારીથી નવાં કાર્યો શીખવાનીઆદિ ક્ષમતાઓ ધરાવતાં પ્રોગ્રામ કે સિસ્ટમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહી શકાય.

જે કમ્પ્યુટર પ્રોગ્રામ કે સિસ્ટમની મદદ વડે કોઈ મશીન માનવબુદ્ધિથી થઈ શકતાં કાર્યો સ્વયં કરી શકે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતું જે મશીન પોતાની બુદ્ધિથી કાર્યો કરી શકે અને નવાં કાર્યો શીખી શકે તેને ઇન્ટેલિજન્ટ મશીન કહી શકાય. ‘ઇન્ટેલિજન્ટ’ મશીન તેનાથી ‘અપેક્ષિત’ કાર્યો સ્વતંત્રતાપૂર્વક અને બુદ્ધિપૂર્વક કરી શકે છે. ‘અપેક્ષિત’ કાર્યો એટલા માટે કે જે કમ્પ્યુટર કે મશીનને ચેસ રમવાનું કાર્ય કરવાનું હોય તે રસ્તા પર કાર ન ચલાવી શકે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વધારે માહિતી માટે મારા અન્ય બ્લૉગ મધુસંચય પર લેખ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ધરમૂળથી બદલાશે વિશ્વ તથા માનવજીવન’  જરૂર વાંચશો.

મશીન લર્નિંગ (એમએલ) શું છે?

‘મશીન લર્નિંગ’ (એમએલ) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત એક એપ્લિકેશન છે. આજે મશીન લર્નિંગ વિકાસ પામીને કમ્પ્યુટર સાયંસની એક બ્રાંચ બની ગયેલ છે.

મશીન લર્નિંગ એવી ‘એપ્લિકેશન’ છે જેમાં તેને આપવામાં આવેલા ડેટા પરથી તે નવી નવી ક્ષમતા, નવાં ટાસ્ક કરવાની એબિલિટી જાતે જ વિકસાવી શકે છે. મશીન લર્નિંગની સફળતાનો આધાર તેને ફીડ કરવામાં આવતા ડેટા પર છે. મશીન લર્નિંગમાં ખાસ અલ્ગોરિધમની આગવી અગત્ય છે. મશીન લર્નિંગ અલ્ગોરિધમ પોતાના ડેટામાંથી તારણો કાઢી નવાં ટાસ્ક માટે એબિલિટી જાતે જ વિકસાવી લે છે. આ રીતે વિચારતાં, મશીન લર્નિંગ ડેટા એનાલિસિસ કરતી એપ્લિકેશન છે. ડેટા ડાયનેમિક હોય છે. ડેટા જેમ જેમ વિસ્તરતો જાય, તેમ તેમ મશીન લર્નિંગ અલ્ગોરિધમ વધારે ચોકસાઈથી કામ કરતા જાય. પરિણામે ભૂલોની સંભાવના ઘટતી જાય.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક શું છે?

આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્કને સરળતાથી સમજવા આપણે મનુષ્યના મગજમાં રહેલા કોષોના નેટવર્કને સમજવું પડે. મનુષ્યના બ્રેઇનમાં ન્યુરોન નામે ઓળખાતા પરસ્પર સંકળાયેલા કરોડો કોષો છે. બ્રેઇનમાં રહેલા કરોડો કરોડો ન્યુરોન્સ (મગજના કોષો) પરસ્પર કનેક્ટ થઈને કોમ્લેક્સ ન્યુરોન નેટવર્ક બનાવે છે. મગજ અને જ્ઞાનેંદ્રિયો (સેન્સરી ઓર્ગન્સ) વચ્ચે સંદેશાઓની આપલે આ ન્યુરોન નેટવર્ક થકી થાય છે. આ નેટવર્કમાં સેન્સરી ઓર્ગન્સ દ્વારા મળેલી માહિતીનું પ્રોસેસિંગ (ઇન્ફર્મેશન પ્રોસેસિંગ) થાય છે. મનુષ્યના મગજના નેટવર્કની માફક કમ્પ્યુટિંગ સિસ્ટમમાં પણ ઇન્ટર-કનેક્ટેડ નોડ્સ વડે આર્ટિફિશિયલ નેટવર્ક રચી શકાય છે. તે આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક કહેવાય છે અને તેમાં ઇંફર્મેશન પ્રોસેસિંગ થઈ શકે છે. પેટર્ન લર્નિંગ અને ક્લાસિફિકેશન દ્વારા ડેટા એનાલિસિસમાં ન્યુરાલ નેટવર્ક ખૂબ મદદરૂપ છે.

મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક વિશે ખાસ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ: વ્યાવહારિક ઉપયોગ ક્યાં?

ક્લાઉડ કંપ્યુટિંગ અને બિગ ડેટાના વિસ્તરણ સાથે મશીન લર્નિંગની ઉપયોગિતા પણ વધતી જાય છે. નીચેના મુદ્દા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગ (એમએલ) ના વ્યાવહારિક ઉપયોગોને સ્પષ્ટ કરે છે:

  • ઇંટરનેટ પર સર્ચ એન્જિન પોતાનાં સર્ચ રિઝલ્ટને વધારે અર્થપૂર્ણ કરવા મશીન લર્નિંગ (એમએલ)ની મદદ લે છે. આપે નોંધ્યું હશે કે સર્ચ કરેલ ટર્મને ભળતા આવતા શબ્દોનાં રિઝલ્ટ આપનું કામ સરળ કરે છે. ગુગલ જેવાં સર્ચ એંજિનથી આપ ખુશ રહો છો તેની પાછળ મશીન લર્નિંગનો હાથ છે.
  • ઇ-મેઇલ એકાઉંટમાં સ્પામ મેઇલને રોકવામાં મશીન લર્નિંગનો ફાળો છે. એમએલના ઉપયોગથી સ્પામ ફિલ્ટર વધારે ઇફેક્ટિવ બનતાં જાય છે.
  • વર્ચ્યુઅલ પર્સનલ આસિસ્ટંટના કંસેપ્ટને સફળ કરવા પાછળ મશીન લર્નિંગ છે. સિરિ હોય કે કોર્ટાના, ગુગલ આસિસ્ટંટ હોય કે એલેક્સા – બધામાં એઆઇ અને એમએલ કામ કરે છે. એપલનું વીપીએ સિરિ, માઇક્રોસોફ્ટનું કોર્ટાના, એમેઝોનનું એલેક્સા, ગુગલનું આસિસ્ટંટ જેવા વર્ચ્યુઅલ પર્સનલ આસિસ્ટંટ એમએલ આધારિત છે.
  • સોશિયલ મીડિયાના વધતા વ્યાપમાં મશીન લર્નિંગનો વિશેષ ફાળો છે. ફેસબુક પરનાં ફીચર્સ ‘ફેસ રેકગ્નિશન’ અને ‘પિપલ યુ મે નો’ એમએલની એપ્લિકેશનનાં ઉત્તમ ઉદાહરણો છે. ફેસ રેકગ્નિશન માટે આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્કનો ઉપયોગ થાય છે.
  • ઓન લાઇન શોપિંગ સાઇટ્સ પર આપ બે – પાંચ પ્રોડક્ટ્સ જુઓ કે ટ્રાવેલ વેબ સાઇટ પર આપ કોઈ હોટેલ માટે તપાસ કરો કે તરત આપના સ્ક્રીન પર ધડાધડ તેને સંબંધિત સજેશન્સ આવવા લાગશે. તે મશીન લર્નિંગની કમાલ છે. જેમ જેમ આપ વધારે સર્ચ કરશો, તેમ તેમ એમ એલ થકી વધારે સારાં સૂચનો મળતાં જશે.
  • મેડિકલ સાયંસમાં તો મશીન લર્નિંગ આશીર્વાદરૂપ સાબિત થયું છે. ટેલિમેડિસિન તથા ટેલિરેડિયોલોજીમાં મશીન લર્નિંગ અનિવાર્ય છે. હજારો બ્રેઇન એમઆરઆઇના ડેટા પરથી મશીન લર્નિંગ સફળતાપૂર્વક બ્રેઇન કેંસરની સંભાવના બતાવતાં એમઆરઆઇ દર્શાવી શકે છે.
  • બેંકિંગ ઇંડસ્ટ્રી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ તારણહાર બની શકે છે. કસ્ટમર ડેટા રેકોર્ડ અને તેમનાં આર્થિક વ્યવહારોની એનાલિસિસમાં એઆઇ – એમએલ હવે અનિવાર્ય છે. એમએલની મદદથી ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનાં શંકાસ્પદ ટ્રાંસેક્શન ઓળખી શકાય છે. આમ, બેંકિંગ ફ્રોડને રોકવામાં મશીન લર્નિંગ ઉપયોગી છે.
  • બેંકિંગ ઇંડસ્ટ્રીમાં સ્કેમ રોકવા એડવાન્સિઝ – લોન જેવા નિર્ણયોમાં પણ મશીન લર્નિંગનો ઉપયોગ થઈ શકે ને?
** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **
ભારત અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના વિકાસની તકો ઉજળી છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) ક્ષેત્રે ભારતે નોંધપાત્ર ફાળો આપ્યો છે. ટાટા કંસલ્ટિંગ સર્વિસિઝ (ટીસીએસ) અને ઇન્ફોસિસ જેવી કંપનીઓ વિશ્વપ્રસિદ્ધ છે. આઈટી ક્ષેત્રે નાનીમોટી અસંખ્ય ભારતીય કંપનીઓ દુનિયાભરને સેવાઓ આપી રહી છે. દેશના યુવાનો સોફ્ટવેર ડેવલપમેંટમાં બુદ્ધિમાન પુરવાર થયા છે. કંપ્યુટર સાયંસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના એક્સ્પર્ટ્સ ભારતમાં પૂરતા છે. જો આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ માટે આવશ્યક શિક્ષણ, પ્રશિક્ષણ અને કૌશલ પ્રાપ્ત થાય તો ભારતના યુવાનો આગળ ધપી શકે તેમ છે.

2015માં એઆઇ ટેકનોલોજી ક્ષેત્રે ભારતની સ્થિતિ હતી, તે વર્ષ 2017માં ઘણી સુધરી ગઈ છે. દેશમાં એઆઇ સ્કિલ્સ ઊભરી રહી છે. દેશમાં એઆઇના એકેડેમિક પ્રોફેશનલ કોર્સ યુનિવર્સિટીઓ દ્વારા તેમજ પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા શરૂ થઈ ચૂક્યા છે.

ભારત સરકારના વ્યાપાર-વાણિજ્ય ખાતાએ એઆઇના ડેવલપમેંટ માટે વર્ષ 2017માં ટાસ્ક ફૉર્સની રચના કરી. તે પછી ફેબ્રુઆરી 2018માં નીતિ આયોગ (નીતિ National Institution for Transforming India NITI) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સંશોધન અર્થે નેશનલ પ્રોગ્રામની જાહેરાત થઈ છે.

ભારતે ઇઝરાયેલ તથા જર્મની જેવા દેશો સાથે સફળ હરીફાઈ કરી છે, પરંતુ દેશ અમેરિકા અને ચીનને પહોંચી શકે તેવા સંકેત મળતા નથી.

અમેરિકા અને ચીન જેવા દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મોટી મોટી સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે. ભારત હજી ક્યાંય પાછળ છે. આશ્વાસન એટલું કે ભારતમાં સોફ્ટવેર હબ ગણાતા બેંગલોર અને હૈદ્રાબાદમાં એઆઇ સ્ટાર્ટ અપ્સ શરૂ થયા છે. મુંબઈ અને દિલ્હી-એનસીઆર પણ આશાસ્પદ જણાય છે.

વિશ્વની કમ્પ્યુટર–સોફ્ટવેર ઇંડસ્ટ્રીની અગ્રીમ આઇબીએમ કંપની (યુએસએ) એ મશીન લર્નિંગ પ્રચલિત કરવા મશીન લર્નિંગ હબ (એમએલ હબ) શરૂ કર્યાં છે. અમેરિકા અને કેનેડા પછી ચીન અને જર્મનીમાં એમએલ હબ ખોલ્યા પછી આઇબીએમ કંપનીએ ભારતમાં પણ શ્રીગણેશ કર્યા છે. આઇબીએમ દ્વારા  બેંગલુરુ (બેંગલોર) ખાતે ભારતના પ્રથમ મશીન લર્નિંગ હબનો પ્રારંભ થયો છે.

અહીં પ્રશ્નો એ પણ ઊભા થાય છે કે આપણે એઆઇને વધારે પડતી વિકસાવી રહ્યા છીએ? શું આપણે તેના પર વધારે પડતા અવલંબિત થતા જઈએ છીએ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્ય માટે ભયરૂપ તો છે જ. શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બેમર્યાદ વિકાસ માનવસભ્યતા માટે ખતરારૂપ તો નહીં બને?

અત્યારે તો તે બાબતે પક્ષ-વિપક્ષમાં ચર્ચા ચાલતી રહે છે અને એઆઇ ડેવલપ થતી જાય છે.

આપ યુવાન હો કે વિદ્યાર્થી, આ લેખ આપના માટે પ્રેરક બને તેમ હું ઇચ્છું છું. જો આપ શિક્ષક છો કે વડીલ છો, તો આપ આપના સંપર્કમાં આવતા નાના મોટા સૌને આ લેખની વાત કહેશો. મારે, આપે, આપણે સૌએ પલટાતી દુનિયા સાથે કદમ મિલાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી બહુવિધ ટેકનોલોજીથી માહિતગાર રહેવાની જરૂર છે.

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

** * *** * **** ** * ** * * ** *

અનુપમા લેખ: ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ/ આર્ટિફિશલ ઇંટેલિજન્સ / એઆઇ: Artificial Intelligence / AI
  • મશીન લર્નિંગ/એમએલ: Machine Learning / ML
  • મશીન લર્નિંગ અલ્ગોરિધમ: Machine Learning Algorithm
  • મશીન લર્નિંગ હબ: Machine Learning Hub / MLH
  • ન્યુરાલ નેટવર્ક / આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક: Neural Network / Artificial Neural Network

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનુપમા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

8 thoughts on “ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ

  1. મશીન લર્નિંગ તો આઈ.ટી. ક્ષેત્રની સીમા પરનું સંશોધન હશે, પણ ઓછામાં ઓછા વીસ વર્ષ પહેલાં પણ Diagnostic feature in instrumentation વપરાતું થયેલું. ્પાવર હાઉસમાં અને લોકોએ એ જાણ્યું ત્યારે હેરત પામી ગયેલા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s