.
અમેરિકન સૈનિકોના માથે ખાદીની ગાંધી-ટોપી!!
1942. આઠમી ઑગસ્ટ.
ગાંધીજીએ મુંબઈમાં અંગ્રેજો સામે “હિંદ છોડો” (Quit India) લડતની જાહેરાત કરી.
મહાત્મા ગાંધી સહિત દેશભરના અનેક દેશભક્તોને અંગ્રેજ સરકારે જેલમાં કેદ કર્યા. ગાંધીજીને પૂનાની યરવડા જેલમાં રાખ્યા હતા.
બ્રિટીશ સરકારના દમનના વિરોધમાં કરાંચી (હાલ પાકિસ્તાનમાં) માં એક સરઘસ નીકળ્યું.
તે સમયે બીજું વિશ્વયુદ્ધ (દ્વિતીય વિશ્વયુદ્ધ Second World war) ચાલુ હોવાથી અમેરિકાનું લશ્કરી દળ કરાંચીમાં હતું.
સરઘસમાં શામિલ આબાલ વૃદ્ધોની દેશભક્તિને જોઈ અમેરિકાની લશ્કરી ટુકડી તાજ્જુબ થઈ ગઈ. સરઘસના સ્વયંસેવકોએ અમેરિકન સૈનિકોને ખાદીની સફેદ ગાંધી ટોપીઓ ઓફર કરી.
જુસ્સામાં આવી ગયેલા અમેરિકન સનિકોએ માથે ખાદીની ગાંધી ટોપીઓ હોંશે હોંશે પહેરી!
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તે ગુમનામ અમેરિકન સૈનિકોનું અનોખું યોગદાન આજે વિસરાઈ ગયું છે.
આ વિરલ ઘટના નેશનલ આર્કિવ્ઝ ઓફ ઈન્ડિયા (National Archives of India)ના કાગળોમાં ક્યાં દબાઈ ગઈ હશે?
.
આશ્ચર્ય! ખરેખર.આ જાણી ને મને ખુબ જ આનંદ નો આનુભવ થયો, અમેરિકન સૈનિકો નુ યોગદાન ખરેખર વધાવવા લાયક છે. હોપ હવે આપણા પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે આજ પ્રમાણે મૈત્રિ થઈ જાય.