1920માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું છઠ્ઠું અધિવેશન આયોજીત થયેલું.
તેમાં ખાસ મહેમાન ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર હતા. હજી સાત વર્ષ પહેલાં 1913માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરને “ગીતાંજલિ” માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર (નોબેલ પ્રાઈઝ) એનાયત થયેલ. કવિવર રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પ્રાઈઝ જીતનાર પ્રથમ ભારતીય હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોર તરુણાવસ્થામાં અમદાવાદ રહી ચૂક્યા હતા. તે સમયે તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર અમદાવાદમાં જજ નિમાયેલ હતા.
છઠ્ઠા અધિવેશન વખતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે સાહિત્યકાર હરગોવિંદદાસ કાંટાવાળા હતા. અધિવેશનના મહેમાનોના સ્વાગતની જવાબદારી સાક્ષર ડો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પર હતી.
જ્યારે મહાયોગી શ્રી અરવિંદ વડોદરા કોલેજમાં હતા, તે સમયે હરગોવિંદદાસ કાંટાવાળા વડોદરા રાજ્યમાં ઉચ્ચ અધિકારી હતા. તેમના પુત્ર મટુભાઈ કાંટાવાળા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ. એ. થનાર પ્રથમ ગુજરાતી હતા.
1905માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ભરાયેલું. તેના પ્રમુખપદે સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. આ અરસામાં અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ હાજર રહ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સંબોધન મહાયોગી શ્રી અરવિંદે તૈયાર કરી આપ્યું હતું. મહાયોગી શ્રી અરવિંદ તે સમયે વડોદરા કોલેજમાં પ્રોફેસર હતા. * * * *
એવું પણ કહેવાય છે કે ગુરુદેવને ઝાંઝવાંનાં દર્શન સૌ પ્રથમ ગુજરાતે કરાવ્યાં હતાં !
દો બડોંકા મિલન નામનો પાઠ અમારે આવતો એમાં દુરુદેવ અને ગાંધીજીના મિલનની વાતો છે. દુરુદેવ સંસ્થા માટે ફાળો મેળવવા નાટકો કરતા; ગાંધીજીએ ભારતને અપીલ કરી હતી જોળી છલકાવી દઈને એમને સ્ટેજ પર જવા ન દેવા માટે.