પ્રિય વાચકમિત્રો! નમસ્કાર!
વર્ષ 2019માં આપે ‘અનુપમા’ પર માણેલા વિવિધ વિષયો પરના કેટલાક યાદગાર લેખોના સંક્ષેપ પર એક નજર…
સંપૂર્ણ લેખ વાંચવા આપ લિંક પર ક્લિક કરશો.
*** * * ** * *** ** **
અનુપમા લેખ: ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ: વિજય મર્ચન્ટ અને વિજય હઝારે
- ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વિજય મર્ચન્ટ અને વિજય હઝારે વિક્રમસર્જક ક્રિકેટરો
- ભારતના પ્રથમ કક્ષાના ક્રિકેટ – ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ – માં વિજય મર્ચન્ટ સૌથી વધારે રનની બેટિંગ એવરેજ સાથે ટોચ પર; વિશ્વ ક્રિકેટરોમાં ડોન બ્રેડમેન પછી બીજા નંબરે
- ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચમાં સદી (શતક/ સેન્ચ્યુરી) કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન વિજય મર્ચન્ટ; ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરે ટેસ્ટ મેચમાં શતક લગાવનાર પણ વિજય મર્ચન્ટ
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતને સૌ પ્રથમ ટેસ્ટ વિજય અપાવનાર કેપ્ટન વિજય હઝારે
- વિજય હઝારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રથમ ત્રેવડી સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી
- એક ટેસ્ટના બંને દાવમાં સદી કરનાર વિજય હઝારે સર્વ પ્રથમ ભારતીય ક્રિકેટર
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ: વિજય મર્ચન્ટ અને વિજય હઝારે
*** * * ** * *** ** **
અનુપમા લેખ: મુંબઈનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ – ડૉક્ટર ભાઉ દાજી લાડ મ્યુઝિયમ
- ભારતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય કોલકતાનું ઇન્ડિયન મ્યુઝિયમ, વિશ્વનું સૌથી જૂનું મ્યુઝિયમ રોમ ઇટલીનું ‘કેપિટોલિન મ્યુઝિયમ્સ’
- મુંબઈ શહેરનું સૌથી પહેલું, સૌથી જૂનું મ્યુઝિયમ ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’
- ભાઉ દાજી લાડ મ્યુઝિયમનું અગાઉનું નામ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ (સ્થાપના વર્ષ: 1872. સ્થાન: જીજીમાતા ઉદ્યાન/ વિક્ટોરિયા ગાર્ડન્સ/ રાણી બાગ. ભાયખલા)
- મુંબઈમાં અન્ય જાણીતું મ્યુઝિયમ કાલા ઘોડા, ફોર્ટ વિસ્તારનું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (સીએસએમવીએસ CSMVS), તેનું પ્રારંભિક નામ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: મુંબઈનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ ડૉક્ટર ભાઉ દાજી લાડ મ્યુઝિયમ
*** * * ** * *** ** **
અનુપમા લેખ: ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ
- વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ સ્પર્ધાત્મક બનતાં ટ્રેડ-કોમર્સ-ઇન્ડસ્ટ્રી
- વાણિજ્ય-ઉદ્યોગ-બજારો-ઉપભોક્તા વચ્ચે નિરંતર ઇન્ટરેક્શન્સમાંથી જન્મતા બિગ ડેટાને હેન્ડલ કરવા સજ્જ થતી ઇન્ફર્મેશન ટેકનોલોજી
- ક્લાઉડ ટેકનોલોજી બિઝનેસને ‘ઓન ડિમાન્ડ’ આપે છે અદ્યતન હાર્ડવેર-સોફ્ટવેર સેવાઓ
- હાઇ કેપેસિટી સર્વર્સ-નેટવર્ક્સ સાથે લેટેસ્ટ એપ્લિકેશન-પ્રોગ્રામ-સોફ્ટવેરની સર્વિસ પૂરી પાડતી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઓ
- વ્યાપાર-ઉદ્યોગમાં પ્રચલિત થતી જતી વિવિધ ક્લાઉડ સર્વિસ
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ
*** * * ** * *** ** **
અનુપમા લેખ: ગુજરાતની સેવા કરનાર પ્રથમ મહિલા ડોક્ટરો: મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાવત
- ગુજરાતના સ્ત્રી વર્ગની સેવા કરનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર તે ડૉ મોતીબાઈ કાપડિયા; અમદાવાદની પ્રથમ મહિલા હોસ્પિટલના પ્રથમ લેડી મેડિકલ ઓફિસર
- સુરતમાં પ્રથમ અને ગુજરાતમાં બીજાં ભારતીય મહિલા ડૉક્ટર તે ડૉ રુખમાબાઈ રાઉત
- અમેરિકા જઈ તબીબી શિક્ષણ લેનાર અને મેડિકલ ડિગ્રી મેળવનાર સર્વ પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર આનંદી ગોપાલરાવ જોશી
- કલકત્તા મેડિકલ કોલેજમાંથી ડૉક્ટરની ડિગ્રી લઈ ભારતમાં પ્રેક્ટિસ કરનાર પ્રથમ મહિલા ડૉક્ટર તે ડૉ કાદંબિની દ્વારકાનાથ જોશી
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: ગુજરાતની સેવા કરનાર પ્રથમ મહિલા ડોક્ટરો મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાવત
*** * * ** * *** ** **
અનુપમા લેખ: ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયક અને મશહૂર ગાયિકા ગૌહર જાન
- જૂની ગુજરાતી રંગભૂમિના અભિનેતા-દિગ્દર્શક અમૃત કેશવ નાયક (1877-1907)
- અમૃત નાયકની જન્મભૂમિ અમદાવાદ, કર્મભૂમિ મુંબઈ (Amrit Keshav Nayak was born in Durga Mata Pole in Taragalawad, Kalupur area of Ahmedabad; He shifted to Bombay- now Mumbai- at very young age)
- પારસી – ગુજરાતી નાટકોમાં તેમણે ગીત-સંગીત પણ આપ્યાં
- ગુજરાતી-હિંદી-ઉર્દૂમાં ગઝલ અને નવલકથા લખી કર્યું સાહિત્યસર્જન
- મુંબઈમાં અમૃત નાયકને મશહૂર ગાયિકા ગૌહર જાન સાથે નિકટના સંબંધો
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયક અને મશહૂર ગાયિકા ગૌહર જાન
*** * * ** * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **