વિસરાતી વાતો

વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત.

મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી).

માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક – ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા.

1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી નાની ઉંમરના મેયર બનવાનું માન આપણા આ ગરવા ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસીને મળ્યું.

તે સમયે મુંબઈમાં ઘોડાથી ચાલતી ટ્રામ દોડતી. ઘોડાની ટ્રામ એટલે હોર્સ ટ્રામ.

વિઠ્ઠલદાસ ઠાકરસી જે વર્ષમાં મેયર બન્યા તે વર્ષમાં 1907ના મે મહિનામાં મુંબઈમાં ઇલેક્ટ્રીક ટ્રામ વ્યવહાર શરૂ થયો.

ઘોડાની ટ્રામ મુંબઈ શહેરમાં 1874ના મે મહિનામાં દોડતી થઈ હતી.

નાની હોર્સ ટ્રામ એક કે બે ઘોડાથી દોડતી, જ્યારે મોટી હોર્સ ટ્રામ ચાર-છ-આઠ ઘોડાઓથી પણ ખેંચાતી. આવી ઘોડાની ટ્રામો બોરીબંદર (હાલ સીએસટી), ક્રાફર્ડ માર્કેટ, કાલબાદેવી, ખેતવાડી, ગિરગામ, ગ્રાન્ટરોડ જેવા વિસ્તારોમાં દોડતી. આવી ઘોડાની ટ્રામ ત્રણ ચાર દાયકા દોડી.

1907ના મે મહિનામાં મુંબઈની પહેલી ઇલેક્ટ્રિક ટ્રામ શરૂ થઈ. ઇલેક્ટ્રિક ટ્રામ સેવાના વિસ્તાર પછી ઘોડાની ટ્રામની લોકપ્રિયતા ઓસરતી ગઈ.

મુંબઈના નવયુવાન ગુજરાતી મેયર વિઠ્ઠલદાસ ઠાકરસીએ મુંબઈ શહેરમાં ઈલેક્ટ્રિક ટ્રામ શરૂ કરી. *  **    *   *  *

6 thoughts on “વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

  1. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

Leave a comment