.
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતા.
ડો. જીવરાજ મહેતા પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં જાણીતા ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન તાતાના કુટુંબના અંગત તબીબી સલાહકાર હતા.
1916નું વર્ષ. રતન તાતાને સારવાર માટે લંડન, ઇંગ્લેંડ જવાનું હતું.
રતન તાતા સાથે લેડી તાતા, બીજા ત્રણ-ચાર સદસ્યો અને ડો. જીવરાજ મહેતા ઇંગ્લેંડ જાય તેવું નક્કી થયું.
દરિયાઈ માર્ગે ઈંગ્લેંડ જવું સલામત ન હતું. પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતા સમુદ્રી મુસાફરી જોખમી બનાવતી હતી. ઈંગ્લેંડ જતાં જહાજો પર દુશ્મન જહાજો આક્રમણ કરતા. પણ બીજો રસ્તો ન હતો.
અરબી સમુદ્ર વટાવી તાતાનું બ્રિટીશ જહાજ આગળ વધતું હતું ત્યાં મધદરિયે ટોરપીડોથી હુમલો થયો. જહાજને ભારે નુકસાન થયું. ક્ષતિગ્રસ્ત જહાજમાં પાણી ભરાતાં બચાવ કાર્યો શરૂ થયાં. લાઈફબોટો ઉતારી પ્રવાસીઓને જહાજ છોડવા વ્યવસ્થા થવા લાગી.
રતન તાતા તથા તેમના ગ્રુપ સાથે ડો. જીવરાજ મહેતા એક આખરી લાઈફબોટમાં બેઠા. જોતજોતામાં જહાજ ડૂબી ગયું.
ઝોલાં ખાતી લાઈફબોટમાં સૌ કલાકો સુધી ભટકતાં રહ્યાં. મધદરિયે ઘૂઘવતાં તોફાની મોજાંઓ અને સૂસવતા પવન વચ્ચે ઝઝૂમવામાં કેવું મક્કમ મનોબળ જોઈએ!
તાતા દંપતિ સાથે ડો. જીવરાજ મહેતા પણ ધીરજ અને હિંમતથી સંજોગોનો સામનો કરતા રહ્યા.
ત્રીસેક કલાકની આકરી કસોટી પછી સૌ માલ્ટા પહોંચ્યા. ત્યાંથી બીજા જહાજમાં લંડન ( ઇંગ્લેંડ) પહોંચ્યા.
.
ohohoh .. aaje aava CM medavavaa hoy to !!!