.
સુરત શહેરમાં વ્યાપાર ક્ષેત્રે આદરપાત્ર નામ એટલે નૂરા ડોસા ઉર્ફે નન્નુભાઈ નૂરમહંમદ ડોસાભાઈ.
નૂરાભાઈ ડોસાજી સુરતના પ્રતિષ્ઠિત વેપારી. સુરત શહેર તેમને પ્રેમથી, સન્માનથી નૂરા ડોસા તરીકે જ ઓળખે. તેમનો જન્મ ઈસ 1859માં.
બબ્બે વિશ્વયુદ્ધનો પડકારરૂપ કાળ તેમણે જોયો. કપરામાં કપરા સમયમાં પણ આપણા આ ગુજરાતી વ્યાપારીએ નફાખોરીની લાલચ વિના નીતિમત્તા જાળવી વેપાર ચલાવ્યો.
સુરત આખામાં નૂરા ડોસાની દુકાન મશહૂર.
નૂરા ડોસાજીની નિયમિતતા તો એક દંતકથા સમાન બની ગઈ. બાર વર્ષની ઉંમરે તેમણે પિતાની કટલરીની દુકાને જવું ચાલુ કર્યું.
તે પછીના પંચોતેર વર્ષ (જી હા, 75 વર્ષ) તેઓ રોજ નિયમિત દુકાને આવતા રહ્યા. નૂરાજી સવારે આઠ વાગે દુકાને આવે; બપોરનું ભોજન દુકાનમાં જ; ઠેઠ રાત્રે આઠ – નવ વાગ્યે ઘેર જવાનું.
આ ક્રમ સતત પંચોતેર વર્ષ સુધી ચાલ્યો. કોઈ દિવસ એવો ન ઊગ્યો કે નૂરા ડોસાએ દુકાને હાજરી ન આપી હોય! ઘરમાં લગ્ન પ્રસંગ તો ઠીક, પણ બીમારીના કારણે પણ નુરા ડોસાજી કદી દુકાને ગેરહાજર ન રહ્યા.
નુરા ડોસા 97 વર્ષે જન્નતનશીન થયા, ત્યારે સૌ સામે કર્તવ્યપરાયણતાની એક બેનમૂન મિસાલ છોડતા ગયા!
સુરતના જ નહીં, ગુજરાતના આ રત્નને સલામ!
.
પ્રથમ વખત જ જાણ્યું આ તો !!
સરસ માહિતી..
આવી જાણવાની વાતો ન્યુઝપેપરવાલા કેમ છાપતા નથી તે તેમને પુછવું જોવે.
આ જાણી હું ખુબ જ ગૌરવ અનુભવુ છું, કે હું પણ એક ગુજરતિ અને સુરતી છુ.
આને કેહવાય કામે ને માટે સમર્પિત થવુ.