News

માત્ર 14-વર્ષના ગુજરાતી વિદ્યાર્થીએ બનાવ્યો વિશ્વભરમાં અદ્વિતીય ડ્રોન

.

માત્ર 14-વર્ષના ગુજરાતી વિદ્યાર્થીએ બનાવ્યો વિશ્વભરમાં અદ્વિતીય ડ્રોન

.

અમદાવાદની સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતા હર્ષવર્ધન ઝાલાએ એક મલ્ટીપર્પઝ ડ્રોન બનાવીને વિશ્વના વિજ્ઞાન જગતમાં નામના મેળવી છે. હર્ષવર્ધન ઝાલાની શોધને ગુજરાત સરકારે તાજેતરની  જાન્યુઆરી 2017ની  ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’માં વધાવી લીધી છે.

ગુજરાતી કિશોર હર્ષવર્ધને બનાવેલ ડ્રોન જમીનમાં છુપાયેલ લેંડ માઇન્સને શોધી શકે છે અને તેને નિષ્ક્રિય કરી શકે છે. અર્ધલશ્કરી-લશ્કરી દળોને લેન્ડ માઇન્સ શોધી આપીને સુરક્ષા-સલામતી આપનાર આ ડ્રોન સંરક્ષણ ક્ષેત્રે વિશ્વમાં અનોખો ડ્રોન છે. વળી હર્ષવર્ધનનો આ ડ્રોન ખેતીવાડી સહિત બીજાં ક્ષેત્રોમાં પણ ઉપયોગી થઈ શકે તેમ છે.

માત્ર ચૌદ વર્ષનો ગુજરાતી કિશોર હર્ષવર્ધન ઝાલા અમદાવાદમાં બાપુનગરની એક શાળામાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે.

હર્ષવર્ધનને અમેરિકાના મેકર ફેર (Maker Faire) સાથે સંલગ્ન ભારતીય સંસ્થા મેકર ફેસ્ટ (Maker Fest) દ્વારા વિશેષ પ્રોત્સાહન મળ્યું છે.

હકીકતમાં, મેકર ફેસ્ટ ભારતમાં યોજાતો એક ફેસ્ટિવલ – ઇવેન્ટ  છે. સુશ્રી આશાબહેન જાડેજા મોટવાણીના નેતૃત્વ હેઠળ વર્ષ 2014થી મેકર ફેસ્ટ (મોટવાણી જાડેજા ફેમિલી ફાઉન્ડેશન) ભારતભરમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને કલા ક્ષેત્રે નવા વિચારો, નવસર્જનની પ્રવૃત્તિઓ અને નવસંશોધન પ્રેરતા પ્રયોગોને ઉત્તેજન આપે છે. જાન્યુઆરી 2017ના પ્રથમ અઠવાડિયામાં અમદાવાદમાં ‘મેકર ફેસ્ટ 2017’ નું આયોજન થયું. મોટવાણી જાડેજા ફેમિલી ફાઉંડેશન, અમદાવાદ યુનિવર્સિટી તથા સેપ્ટ યુનિવર્સિટીના ઉપક્રમે લેટેસ્ટ  મેકર ફેસ્ટ 2017 નું આયોજન સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ એન્ડ એપ્લાઇડ સાયન્સીઝ (અમદાવાદ યુનિવર્સિટી, નવરંગપુરા) ખાતે થયું હતું.

હર્ષવર્ધન ઝાલાએ અમદાવાદમાં અગાઉ યોજાયેલ મેકર ફેસ્ટ 2016 માં પોતાના ડ્રોન ‘ઇગલ એ-7’ ને પ્રદર્શિત કર્યો હતો.

આ સ્માર્ટ ડ્રોન  વિશ્વનો એક અનોખો લેન્ડ માઇન્સ ડિટેક્શન ડ્રોન છે. આ ડ્રોનમાં માઇક્રો કંન્ટ્રોલર, કેમેરા તથા સેન્સર્સ લગાડેલાં છે. આ ડ્રોન જમીનથી અદ્ધર ઊડીને પોતાનાં સેંસર્સની મદદથી જમીનમાં છુપાવેલ સુરંગ – લેંડ માઇન્સ- ને શોધી કાઢે છે. વળી આ ડ્રોન 21-મેગા પિક્સેલ કેમેરાની મદદથી લેન્ડ માઇન્સનું લોકેશન બતાવી શકે છે. ડ્રોનમાં રહેલ બોંબ લેન્ડ માઇન્સનો નાશ પણ કરી શકે છે. હર્ષવર્ધનનો ડ્રોન જવાનોની સુરક્ષા-સંરક્ષણ માટે મિલિટરી – પેરામિલિટરી દળોને ખૂબ જ ઉપયોગી થશે તેમ મનાય છે.

હર્ષવર્ધન ઝાલાની શોધને ગુજરાત સરકારે તાજેતરની ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’માં વધાવી લીધી છે. ગુજરાત ગવર્નમેન્ટના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે તેમની સાથે કરાર કર્યા છે, જાન્યુઆરી 2017માં અમદાવાદમાં યોજાયેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત’માં હર્ષવર્ધન સાથે પાંચ કરોડના ‘એમઓયુ’  કરવામાં આવ્યા છે. હર્ષવર્ધન પોતાની કંપની ‘એરોબોટિક્સ’ સ્થાપીને માત્ર ચૌદ વર્ષની ઉંમરે કિશોર ગુજરાતી ઉદ્યોગપતિ બન્યા છે. તેમના પિતા નરોડા, અમદાવાદમાં એક પ્લાસ્ટિક કંપનીમાં કાર્યરત છે.  અમદાવાદના આ નાનકડા ગુજરાતી કિશોર હર્ષવર્ધન ઝાલાને અભિનંદન અને શુભેચ્છાઓ!

* * * * *

5 thoughts on “માત્ર 14-વર્ષના ગુજરાતી વિદ્યાર્થીએ બનાવ્યો વિશ્વભરમાં અદ્વિતીય ડ્રોન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s