મુક્તપંચિકા

ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર

.

આ પોસ્ટનો હેતુ ગુજરાતી બ્લૉગિંગનો ઇતિહાસ લખવાનો નથી.

ગુજરાતી નેટ જગતનો પૂરો ઇતિહાસ એટલો લંબાઈ જાય કે તે ઘણો સમય માગી લે. ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર આજે તો સમૃદ્ધિનો પાર નથી. અહીં આપણે ગુજરાતી નેટ જગતના ‘શિલારોપણ’ પર ઊડતી નજર નાખીશું. ગુજરાતી બ્લોગ જગતની આરંભયાત્રાનું મારી દ્રષ્ટિએ વિહંગાવલોકન માત્ર કરીશું.

ગુજરાતી નેટ જગત પર પાયાના યોગદાનની વાત આવે તો સ્વ. રતિલાલભાઈ ચંદેરિયા તથા તેમની ટીમના ભગીરથ કાર્યની નોંધ પ્રથમ લેવી પડે.

આ પોસ્ટનો હેતુ સમગ્ર ગુજરાતી નેટ જગતનો પરિચય આપવાનો પણ નથી કારણ કે ગુજરાતી બ્લૉગ જગત (ગુજરાતી બ્લોગ જગત) આજે એટલું ફૂલ્યું ફાલ્યું છે કે તેનો વિસ્તાર નાનકડી પોસ્ટમાં ન સમાય! આમ છતાં, આજે  ગુજરાતી બ્લૉગિંગ વિશાળકાય વટવૃક્ષ સમાન વિસ્તર્યું છે. ગુજરાતી નેટ જગત કે ગુજરાતી બ્લૉગ જગતનો વ્યવસ્થિત, નિષ્પક્ષ, અને તટસ્થતાથી સર્વાંગસમ ઇતિહાસ લખાય તે બહુ જરૂરી છે. ગુજરાતી ભાષાના બ્લૉગિંગ પર સંશોધન થાય અને ગુજરાતી બ્લૉગિંગનો ઇતિહાસ લખાય ત્યારે ઘણી ધીરજથી ખંતપૂર્વક ગુજરાતી નેટ જગતનો અભ્યાસ કરવો પડશે.

બ્લોગર / બ્લૉગર / બ્લોગપોસ્ટની સેવાઓ બ્લૉગિંગ જગતમાં પ્રથમ પ્રચલિત થઈ.

મેં 2005માં મારી અંગ્રેજી ભાષાની બે વેબ સાઇટ્સ પબ્લિશ કરી, જે વિશ્વના બૌદ્ધિક જગતમાં ભારે લોકપ્રિય થઈ. સાથે મેં બ્લૉગર પર અંગ્રેજી બ્લોગ્સ પબ્લિશ કરવા શરૂ કર્યા.

ગુજરાતી ભાષામાં મારી પ્રથમ બે વેબસાઇટ્સ બ્લૉગપોસ્ટ પર મે 2006માં પબ્લિશ કરી:

મુક્તપંચિકા તથા કવિતા Gujarat and Gujarati

આત્મકથન /સંસ્મરણો  My Blog in Gujarati

તે સમયે બ્લોગપોસ્ટ પર સીધે સીધાં ગુજરાતી લખવાની સગવડ ન હતી. ટેકનોલોજી અથવા જ્ઞાનના અભાવે ગુજરાતી પોસ્ટને મારે ઇમેજ સ્વરૂપે મૂકવી પડતી હતી. આપ આ વેબ સાઇટ્સ પર જોઇ શકશો કે મારે ગુજરાતી પોસ્ટની ‘ઇમેજ’ બનાવીને મૂકવી પડતી હતી.

મારી પ્રથમ પોસ્ટની પ્રથમ કોમેંટમાં ડૉ. સિદ્ધાર્થ શાહે યુનિકોડ વાપરવા સૂચન કર્યું. ( Special thanks!)

આ અગાઉ ગુજરાતી નેટ જગતના શ્રીગણેશ કરનાર સ્વ. કિશોરભાઈ રાવલ અને ‘એસવી’ તો ગુજરાતી ઇન્ટરનેટ પર હતાં જ. સાથે સ્વ.મૃગેશભાઈ શાહ તેમજ સર્વશ્રી સિદ્ધાર્થભાઈ શાહ, ધવલભાઈ શાહ, વિવેકભાઈ ટેલર, વિશાલભાઈ મોણપરા, કાર્તિકભાઈ, પ્રવીણચંદ્ર શાહ અને અન્ય ઘણા મિત્રો (નામ લખવા બેસું તો ય કોઈ રહી જ જાશે) એ ગુજરાતી નેટને વિકસાવવા પાયારૂપ કામ કર્યું. તેમાં અમે ઘણા બધા જોડાયા. 2006માં સ્નેહી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ મને ‘વર્ડપ્રેસ’ પર આવવા કીમતી સૂચન કર્યું અને બ્લોગપોસ્ટ પરથી હું વર્ડપ્રેસ પર શીફ્ટ થયો : જૂન 2006માં “મધુસંચય” વર્ડપ્રેસ પરનો મારો પ્રથમ બ્લૉગ. આભાર, સુરેશભાઈ! આ પછી સુરેશભાઈ અમારા મિત્ર જુગલકિશોરભાઈને પણ વર્ડપ્રેસ પર લઈ આવ્યા.

આ દરમ્યાન સર્વશ્રી અમિતભાઈ, ચિરાગભાઈ, જયદીપભાઈ, વિજયભાઈ શાહ, ડૉ રાજેંદ્રભાઈ, ડો. દિલીપભાઈ પટેલ, મૌલિક સોની તથા બહેનોમાં સુશ્રી નીલમબહેન, નીલાબહેન, ઊર્મિબહેન, જયશ્રીબહેન, નેહાબહેન ત્રિપાઠી અને અન્ય ઘણા મિત્રોએ ગુજરાતી બ્લૉગિંગને સમૃદ્ધ કર્યું. કેટલાંક બ્લૉગનાં નામ લખું તો પુસ્તકાલય, શબ્દપ્રીત, મને મારી ભાષા ગમે,  હેતલની દુનિયા, …. અને બીજાં પણ… સર્વશ્રી ઉત્તમભાઈ અને બળવંતભાઈ ઇ-મેઇલ દ્વારા તથા માનવંતભાઈ અને બીજાં મિત્રો કોમેંટ મૂકીને પ્રોત્સાહન આપતા તે વિશેષ વાત.

યાદ કરી કરીને લખવા છતાં ઘણાં નામ રહી જશે તો માફ કરશો. જેનાં નામ નથી લખી શકાયાં, તે સૌ ઉદારભાવે આ સિનિયર સિટિઝનને માફ કરશે તેવી આશા છે. આપ નીચે કોમેંટમાં 2006 સુધીનાં બ્લૉગર્સ તથા તેમનાં બ્લૉગનાં નામ લખતાં જશો તો ભવિષ્યમાં ગુજરાતી બ્લૉગિંગનો ઇતિહાસ લખાશે ત્યારે આ લેખ સંદર્ભ તરીકે ઉપયોગી થશે. અત્યારે તો વર્લ્ડ આર્કાઇવ્ઝ, વર્ડપ્રેસ, એલેક્સા ઉપરાંત ઘણી સાઇટ્સ પર કઈ વેબ સાઇટ પર પ્રથમ  પોસ્ટ ક્યારે પબ્લિશ થઈ તેના રેકોર્ડ્ઝ મળી જાય છે.

આજે મારે આપ સૌને એ કહેવું છે કે આપ નામી-અનામી ગુજરાતી બ્લૉગર મિત્રોએ જે પ્રશ્નો અને મુશ્કેલીઓ વેઠીને ગુજરાતી બ્લૉગિંગને જે ઉચ્ચ સ્તર પર પહોંચાડ્યું છે, તે સ્મરણીય ગાથા છે. હજી આપણે અહીંથી ગુજરાતી બ્લૉગ જગતને વિશેષ ઊંચાઈ પર આગળ લઈ જવું છે.

વર્ષ 2007માં ‘મધુસંચય’ પર ગુજરાતી નેટ જગત વિષે દસ હપ્તાની એક લેખમાળા પ્રગટ કરી હતી જેમાં આપણા નેટ જગતને લગતાં વિવિધ પાસાંઓની ચર્ચા કરી હતી. તેમાં ગુજરાતી બ્લૉગિંગના તત્કાલીન પ્રશ્નો પણ ચર્ચ્યા છે, જે પૈકી કેટલાક આજે પણ પ્રસ્તુત છે. “બાવીસમી સદી” શબ્દ મેં સમજીવિચારીને વાપર્યો હતો તે આપને આપોઆપ સમજાશે. આપમાંથી કોઈ વાચકમિત્રને તેમાં રસ પડે તે ભાવનાથી તે લેખશ્રેણીની વિગતો –લિંક નીચે આપું છું.

*

ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી (2007)

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-9

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10

*

આપ પૂરી શ્રેણી ક્રમમાં વાંચશો તો તે સમયના ગુજરાતી બ્લૉગિંગને સમજી શક્શો.

આજે પરિસ્થિતિ બદલાઈ છે, છતાં દસ વર્ષ પહેલાંના કેટલાક મુદ્દા આજે ય ઊભા છે. વિચારશો. બિનજરૂરી ચર્ચા નથી કરવી. અંગત મતભેદ કે  વાદ-વિવાદને અહીં કોઈ સ્થાન નથી. મત-મતાંતર હોય તો જે કહો તે પૂર્વગ્રહ વિના, કટુતા વિના, વિવેકપૂર્વક કહેશો જેથી કોઈને માઠું ન લાગે અને સુરૂચિ પણ જળવાઈ રહે. ઉદારતાથી, ખુલ્લા દિલે વાંચશો અને આપનાં રચનાત્મક મંતવ્યો આજના સંદર્ભમાં આપશો જેથી ગુજરાતી બ્લૉગ જગતને લાભ થાય. ગુજરાતી વાચકોનું હિત સચવાય. અંગત હિત કે વ્યક્તિગત મત કરતાં આપણે ભવિષ્યની ગુજરાતી પેઢીઓ માટે સમૃદ્ધ ગુજરાતી નેટ જગતની સંરચનાને મહત્વ આપીએ અને તેનું સંવર્ધન કરીએ. ધન્યવાદ.

***

*  ** * **  ** *** ** ** * *** *** ** *

પ્રિય વાચક મિત્ર!

હવે તદ્દન નવા પ્રકારની, એકદમ ટૂંકી, નવી જ રચનાઓ ગુજરાતી ભાષામાં!

માત્ર પંદર સેકંડની મુક્તપંચિકા અને … માત્ર બે મિનિટની લઘુલિકાઓ!

આપને મારી લઘુકથાઓ – લઘુલિકાઓ- વાંચવાની મઝા આવશે, અને મઝાની મુક્તપંચિકાઓ માણવાની પણ!

આપને મારા નવા બ્લૉગ “મુક્તપંચિકા અને લઘુલિકા”ની મુલાકાત લેવા નિમંત્રણ! આભાર.

*  ** * **  ** *** ** ** * *** *** ** *

આપ સૌને 2017ના નવલ વર્ષની શુભેચ્છાઓ!

*** *** ***

6 thoughts on “ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર

  1. આભાર વિનોદભાઈનો કે એમના બ્લોગ પરથી આ ‘વાવડ’ મળ્યા. હવે એ ભુલ સુધારી, ઘરાક (Subscriber) બની જાઉં છું!
    ——————-
    પરિચય બ્લોગમાં સાથે કામ કરવાની યાદ કદી ભુલાશે નહીં. એ બન્ને બ્લોગઓને એક કરવાનું સૂચન પણ હરીશ ભાઈનું જ.
    મને બરાબર યાદ છે કે, ૧૦૦ મી પોસ્ટ તરીકે ‘સુંદરમ’નો પરિચય બનાવવાનો હતો. એ વખતે આપણને ‘Schedule’ કરવાનું આવડતું નહોતું. અને નક્કી એમ કરેલું કે. પાંચે પાચ સાથીઓ કાંઇક ને કાંઈક મેટર તૈયાર કરે – હરીશભાઈ, મોના નાયક, જયશ્રી ભક્તા , અમિત પિસાવાડિયા અને હું . સમય યાદ નથી , પણ એક પછી એક મેટર ડ્રાફ્ટમાં આવતી ગઈ. અને છેલ્લે મેં ‘પબ્લીશ’ બટન દબાવ્યું અને ‘સુંદરમ’ નેટ ઉપર અવતર્યા ! એ રોમાંચ અજીબો ગરીબ હતો. એક જ પોસ્ટ પર સહિયારા સર્જનની એ શરૂઆત હતી.
    ————-
    પણ વિગતે ઈતિહાસ લખનાર ક્યાં ? સાહિત્ય પરિષદ અથવા સાહિત્ય અકાદમી જ એ મહાભારત કામ હાથ પર લઈ શકે. ધીમ ધીમે એ સંસ્થાઓ પણ નેટિઝન બનતી જાય છે. પણ હજુ એમને આ કાર્યક્ષેત્ર પરિઘ પરનું લાગે છે. નેટ ઉપર સર્જન / સંકલન/ સંશોધન/ અવનવા પ્રકારોના પ્રયોગો વધી રહ્યા છે – તે જોતાં એમણે હવે આ માટે ખાસ સેલ બનાવવો જોઈએ.
    એવી જ તાતી જરૂર નિષ્પક્ષ વિવેચન કેન્દ્રની પણ છે જ. પણ એ બાબત લખવા માટે આ લખનારનો પનો ટૂંકો પડે.

  2. ગુજરાતી બ્લૉગિંગનો પ્રારંભ સીધા ચઢાણ રૂપ હતો.

    આરંભે પહેલાં બે-પાંચ વર્ષ જે મહેનત કરીને આપણે કામ કરતા ગયા તે ચમત્કારથી કમ ન ગણાય. સુરેશભાઈ! પરિચય બ્લૉગ સીમાચિહ્ન રૂપ હતો અને તેને હકીકતમાં બદલવા નિષ્ઠાથી પ્રયત્નો કરવામાં જે પડકારોનો સામનો થયો હતો તે કદી નહીં ભૂલાય. આમ છતાં ય આ સફર માણવામાં ખૂબ જ આનંદ આવ્યો છે.

    આભાર ……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s