.
ગુજરાતના ભૂતકાલીન* પાટનગર અમદાવાદના સી.એન. વિદ્યાલયથી આપણે સુપરિચિત. પણ આ સંસ્કારધામનું નામ જે શ્રેષ્ઠીના શુભ નામ સાથે જોડાયેલ છે, તેમનાથી કેટલા પરિચિત? આ વાત છે શેઠ ચીમનલાલ નગીનદાસની.
શેઠ ચીમનલાલ નગીનદાસ સંસ્કારપ્રેમી શ્રીમંત.
ઓગણીસમી સદીના અંતિમ દશકાની આ વાત. ત્યારે એક અમદાવાદીએ ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સ્વપ્નાં સેવ્યાં હોય, તે વાત માની શકાય?
હા, અમદાવાદના ડાહ્યાભાઈ ધોળશાજીને અમદાવાદમાં ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓ વિકસાવવાનું ઘેલું લાગ્યું હતું.
તે જમાનામાં થિયેટર કે નાટકશાળાઓ ન હતી. ખુલ્લી જગ્યા કે વાડીમાં મંડપ બાંધી નાટક ભજવાતાં. ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતી રંગમંચના પછાતપણા પર લાગી આવતું. ગુજરાતી નાટક ભજવવા ગુજરાતમાં થિયેટરની વ્યવસ્થા ન હોય તે તેમને અસહ્ય લાગતું.
ડાહ્યાભાઈની વાત શેઠ ચીમનલાલ નગીનદાસના કાને પહોંચી.
આખરે ડાહ્યાભાઈ ધોળશાજીએ શેઠ ચીમનલાલ નગીનદાસના સહયોગથી ઈ. સ. 1894માં ગુજરાતનું પહેલું પાકું થિયેટર “આનંદભુવન” અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં બનાવ્યું.
ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓના વિકાસમાં ડાહ્યાભાઈ ધોળશાજી અને શેઠ ચીમનલાલ નગીનદાસના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી રંગભૂમિ તેમની ઋણી છે.
અમદાવાદ ગુજરાતનું પાટનગર નથી – ગાંધીનગર છે.
saras mahiti..
અમદાવાદ પ્રત્યેના મમત્વને કારણે જે માહિતીદોષ મારી નજરમાથી છટકી ગયો, તે મિત્ર કાર્તિકની બાજ નજરથી ન બચી શક્યો. ધન્યવાદ,દોસ્ત! ભૂલ સુધારી લીધી છે.
. . …. હરીશ દવે અમદાવાદ
hi,
Anupama,
R u from C N Vidyalaya?
manish shah