આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

October 15, 2009 at 6:40 am 6 comments

.

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં.

ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં.

1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન મહેતાએ હિંદના બુલબુલ સરોજિની નાયડુ સાથે હિંદુસ્તાનના મહિલા પ્રતિનિધિઓ તરીકે ભાગ લીધો. 1947માં હિંદુસ્તાન આઝાદ થયું અને સ્વતંત્ર ભારતના યુનાઇટેડ  નેશન્સ (યુનો) ખાતેના પ્રતિનિધિ તરીકે હંસાબહેન અમેરિકા ગયા. “અનુપમા”નાં વાચકમિત્રો જાણે છે કે બ્રિટીશ રાજમાં ડો. જીવરાજ મહેતા વડોદરા રાજ્યના દીવાન હતા.

1949માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ. એસ. યુનિવર્સિટી) ના ઉપકુલપતિપદે હંસાબહેન નિમાયાં. ટૂંકમાં, હંસાબહેન મહેતાએ ગુજરાતી મહિલા તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર નામના પામી ગુજરાતને ગૌરવ બક્ષ્યું.

“અનુપમા”ના વાચક મિત્રો! આપ જાણો છો કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા “કરણઘેલો”ના લેખક નંદશંકર મહેતા હતા. હંસાબહેન ગુજરાતના પ્રથમ નવલકથાકાર અને સુરતનાં સમાજસુધારક નંદશંકર મહેતાના પુત્ર સર મનુભાઈ મહેતાનાં પુત્રી હતાં. 

Entry filed under: વિસરાતી વાતો. Tags: , , , , , , , , , , , , , .

ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર

6 Comments Add your own

 • 1. હરીશ દવે  |  October 18, 2009 at 9:52 am

  પ્રિય વાચકમિત્રો,

  દીપાવલિની શુભકામનાઓ અને સમૃદ્ધિપૂર્ણ નૂતન વર્ષ માટેશુભેચ્છાઓ!
  અનિવાર્ય કારણોસર બ્લોગિંગ-પ્રવૃત્તિમાં અનિયમિતતા થઈ અને તેની આપને સૂચના ન પાઠવી શક્યો તે બદલ આપની ક્ષમા પ્રાર્થું છું.

  આપના પ્રેમભર્યા પ્રતિભાવો બદલ ધન્યવાદ.. હરીશ દવે અમદાવાદ

  Reply
 • 2. Dr.Sudhir Shah  |  October 18, 2009 at 10:56 pm

  do visit our web site : http://www.shreenathjibhakti.org and http://www.zero2dot.org

  Reply
 • 3. divyesh vyas  |  January 17, 2010 at 11:46 am

  hu gujarati blog par research kari rahyo 6u. tamaro sampark karavo 6e. mane e-mail karasho?

  Reply
 • 4. સુરેશ જાની  |  July 13, 2010 at 5:38 pm

  ફરીથી સક્રીય ક્યારે બનો છો? તમારી ગેરહાજરી સાલે છે.

  Reply
 • […] ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાકાર નંદશં… […]

  Reply
 • […] ડૉ જીવરાજ મહેતાનાં ધર્મપત્ની  હંસાબહ…વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીનાં ઉપકુલપતિ હતાં. […]

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

Blog Stats

 • 17,397 hits

તાજેતરની પોસ્ટ્સ


%d bloggers like this: