આજે નાસાના પાર્કર સોલર પ્રોબના ભારતીય કનેકશનની ખાસ વાત કરવી છે.
અમેરિકાની અવકાશ સંસ્થા ‘નાસા’ – નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન – નાં સ્પેસ પ્રોગ્રામ વિશ્વભરમાં ઉત્સુકતા વધારી રહ્યાં છે. દુનિયાભરનાં અગ્રણી મીડિયામાં નાસાનાં સ્પેસ મિશનો છવાઈ રહ્યાં છે, પરિણામે સામાન્ય માનવી પણ વર્તમાન અવકાશ કાર્યક્રમોમાં રસ લઈ રહ્યો છે.
એસ્ટ્રોનોમી – ખગોળશાસ્ત્ર, રેડિયો એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, સ્પેસ સાયન્સ જેવી વિજ્ઞાનની શાખા-પ્રશાખાઓ ડેવલપ થતી જાય છે. ગુજરાતનાં વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓ તથા મારા શિક્ષક મિત્રોને હું હાર્દિક અપીલ કરું છું કે આપ વિદ્યાર્થીઓને, ગુજરાતના યુવાધનને વિશ્વની બદલાતી તાસીરથી માહિતગાર કરો. યુવાવર્ગને પ્રોત્સાહિત કરવા ઘનિષ્ઠ પ્રયત્નો આદરો. આપ સૌના હાથમાં ગુજરાતની, ગુજરાતીઓની પ્રગતિનું સુકાન છે. શિક્ષકમિત્રો ! આપ વિદ્યાર્થીઓને નવાં વિકસતાં ક્ષેત્રોની જાણકારી આપો, વિજ્ઞાનની નવી ઉઘડતી દિશાઓ સમજાવો, વિવિધ ફિલ્ડમાં કેટલી અવનવી ઘટનાઓ ઘટી રહી છે તેની માહિતી આપો! વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ ઊભી કરી પરિવર્તનો પ્રતિ અભિમુખ કરો! નવાં ક્ષેત્રોમાં ડગ માંડવા સજ્જ કરો!
નવી વિચારધારાઓ અને ટેકનોલોજીને જોરે દુનિયા કેવી ઝડપથી બદલાઈ રહી છે!
સ્ટીફન હૉકિંગ દ્વારા પૃથ્વી છોડી, માનવસવાટ માટે અન્યત્ર યોગ્ય ગ્રહ શોધવાની વાતને ગંભીરતાથી લેવાઈ છે. તે બાબત પરત્વે અમેરિકાનાં પ્રયત્નો કદાચ સૌથી ગંભીર હોય તેવું નાસાના સ્પેસ પ્રોગ્રામની વણથંભી વણઝારથી લાગી રહ્યું છે. નાસાનાં સ્પેસ કાર્યક્રમો અંતર્ગત પાયોનિયર 10, પાયોનિયર 11, વૉયેજર 1 અને વૉયેજર 2 પછી પાર્કર સોલર પ્રોબ તથા ન્યૂ હોરાઇઝોન્સ લોકજીભે ચઢી રહ્યાં છે.
‘અનુપમા’ના આજના લેખમાં પાર્કર સોલર પ્રોબની સફળતામાં નિમિત્ત બનનાર એક મહાન ભારતીય વૈજ્ઞાનિકની વાત કરીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]