વિસરાતી વાતો

વિશ્વપ્રસિદ્ધ અંગકોર વાટના મંદિરના ઇતિહાસને પ્રકાશિત કરતી લિડાર ટેકનોલોજી

દુનિયાનું સૌથી વિશાળ અને ભવ્યતમ ધાર્મિક સ્થાન કંબોડિયા દેશનું અંગકોર વાટનું મંદિર છે. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલ કંબોડિયા (કાંપુચિયા/ ખ્મેર રિપબ્લિક) દેશનું અંગકોર વાટનું મંદિર તેની બેનમૂન શિલ્પ-સ્થાપત્યકલાને લીધે વિશ્વની સ્થાપત્ય અજાયબીઓમાં સ્થાન પામે છે.

પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સાઉથ ઇસ્ટ એશિયાના મ્યાનમાર, થાઇલેંડ, કંબોડિયા, મલયેશિયા, ઇન્ડોનેશિયા અને અન્ય દેશો સુધી વિસ્તરેલો હતો.

હજારેક વર્ષ પહેલાં સાઉથ ઇસ્ટ એશિયામાં એક સામ્રાજ્ય ‘ખ્મેર એમ્પાયર’ અતિ શક્તિશાળી અને વિસ્તૃત રાજ્ય વિકસ્યું હતુ. ખ્મેર સામ્રાજ્યની સ્થાપના હિંદુ ધર્મ પાળતા ખ્મેર રાજાઓએ કરી. બારમી સદીમાં ખ્મેર રાજા સૂર્યવર્મન બીજાએ સામ્રાજ્યના કેન્દ્ર સમા નગર અંગકોરમાં હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ ભવ્ય વિષ્ણુ મંદિર બનાવ્યું. અંગકોર વાટના વિષ્ણુ મંદિરને બસોએક વર્ષ પછી બૌદ્ધ મંદિર બનાવવામાં આવ્યું. પંદરમી સદીમાં ખ્મેર સામ્રાજ્યની પડતી પછી અંગકોર વાટનું મંદિર ઘનઘોર જંગલોમાં ખોવાઈ ગયું. પુરાતત્ત્વવિજ્ઞાનીઓના અથાક પ્રયત્નોથી પુરાણા અંગકોરના 400 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા અવશેષોને શોધી કાઢવામાં આવ્યાં છે. આર્કિયોલોજી અને લિડાર ટેકનોલોજીની કમાલથી આજે અંગકોર વાટના હિંદુ-બૌદ્ધ મંદિરને તેના ભવ્ય સ્થાપત્ય સાથે પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. આવો, લિડાર ટેકનોલોજીએ પ્રકાશિત કરેલ અંગકોર વાટ મંદિરની કથાને ‘અનુપમા’ પર જાણીએ. [આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]