આપબળે અગ્રણી હોટેલિયર બન્યા એમ એસ ઓબેરોય – ભારતમાં લક્ઝરી હોટેલ ઉદ્યોગના મહારથી
વીસમી સદીના આરંભે વિશ્વ ફલક પર બ્રિટીશ હિંદુસ્તાનના હોટેલ ઉદ્યોગનું કોઈ નામ ન હતું, દેશની ગણીગાંઠી હોટેલો જાણે વિદેશીઓ અને અંગ્રેજોની મહેરબાની ભોગવતા અતિ શ્રીમંત હિંદુસ્તાનીઓ માટે જ ચાલતી હતી. આવા જમાનામાં બે હિંદુસ્તાનીઓએ પોત પોતાની હોટેલ ઊભી કરવા હિંમત કરી અને ભારતીય હોટેલ ઉદ્યોગનો પાયો નાખ્યો. પ્રથમ, વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ જમશેદજી ટાટા અને બીજા, અવ્વલ હોટેલિયર મોહન સિંઘ ઓબેરોય. બંને મહાનુભાવો પાસે વ્યવસાય માટે બેનમૂન કુનેહ અને અમાપ દીર્ઘદર્શિતા હતાં. જમશેદજી ટાટાના ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી કંપની ‘ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ – આઇએચસીએલ તરીકે તથા મોહન સિંઘ ઓબેરોયની કંપની ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સ લિમિટેડ – ઇઆઇએચએલ EIHL – (ઓબેરોય ગ્રુપ ઑફ હોટેલ્સ) ભારતીય હોટેલ ઉદ્યોગની અગ્રિમ લક્ઝરી હોટેલ શૃંખલાઓ તરીકે પ્રસિદ્ધિ પામી છે. એમ એસ ઓબેરોય તરીકે જાણીતા રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોય પંજાબના એક નાનકડા ગામમાં જન્મ્યા અને આપબળે ભારતના અગ્રણી ઓબેરોય લક્ઝરી હોટેલ ચેઇનના મહારથી બન્યા.
‘અનુપમા’ના આજના લેખમાં આપણે રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોયની અવિરત સંઘર્ષ ભરી જીવન ગાથા પર નજર નાખીશું.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]