વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયક અને પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ગાયિકા ગૌહર જાન

જૂની ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં અમદાવાદના અમૃત કેશવ નાયકનું વિશેષ સ્થાન છે.

ઓગણસમી સદી-વીસમી સદીના સંધિ કાળે અમૃત કેશવ નાયક ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર તરીકે ચમકી ગયા. માંડ ત્રીસેક વર્ષનું આયુષ્ય ભોગવનાર અમૃત નાયક ગુજરાતી તથા ઉર્દુ ભાષાના સાહિત્યક્ષેત્રે અનોખી છાપ છોડી ગયા.

અમૃત નાયકને તત્કાલીન હિંદુસ્તાનનાં વિખ્યાત ગાયિકા ગૌહર જાન (ગોહર જાન) સાથે અંતરંગ સંબંધો હતા. ગૌહર જાન એ ગાયક કલાકારોમાંથી એક હતાં જેમના અવાજમાં હિંદુસ્તાનમાં 78 આરપીએમ ગ્રામોફોન રેકોર્ડના રેકોર્ડિંગનો આરંભ થયો. વર્ષ 1902-03 ના ગાળામાં ગ્રામોફોન કંપની (પાછળથી ગ્રામોફોન કંપની ઓફ ઇંડિયા) એ જે પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ્સ માર્કેટમાં મૂકી, તેમાં ગૌહર જાનના શાસ્ત્રીય કંઠ્યસંગીતની રેકોર્ડ હતી. આમ, ગૌહર જાન ભારતનાં પ્રથમ ‘રેકોર્ડિંગ સ્ટાર’ ગાયિકા.  

આવો, આજે ‘અનુપમા’ પર ગુજરાતના નાટ્યકાર-સાહિત્યકાર અમૃત કેશવ નાયક તથા હિંદુસ્તાની ગાયિકા-નર્તકી ગૌહર જાનની અર્ધ-અજાણી વાતો પર નજર નાખીએ.

 [આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

વિશ્વપ્રસિદ્ધ અંગકોર વાટના મંદિરના ઇતિહાસને પ્રકાશિત કરતી લિડાર ટેકનોલોજી

દુનિયાનું સૌથી વિશાળ અને ભવ્યતમ ધાર્મિક સ્થાન કંબોડિયા દેશનું અંગકોર વાટનું મંદિર છે. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલ કંબોડિયા (કાંપુચિયા/ ખ્મેર રિપબ્લિક) દેશનું અંગકોર વાટનું મંદિર તેની બેનમૂન શિલ્પ-સ્થાપત્યકલાને લીધે વિશ્વની સ્થાપત્ય અજાયબીઓમાં સ્થાન પામે છે.

પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સાઉથ ઇસ્ટ એશિયાના મ્યાનમાર, થાઇલેંડ, કંબોડિયા, મલયેશિયા, ઇન્ડોનેશિયા અને અન્ય દેશો સુધી વિસ્તરેલો હતો.

હજારેક વર્ષ પહેલાં સાઉથ ઇસ્ટ એશિયામાં એક સામ્રાજ્ય ‘ખ્મેર એમ્પાયર’ અતિ શક્તિશાળી અને વિસ્તૃત રાજ્ય વિકસ્યું હતુ. ખ્મેર સામ્રાજ્યની સ્થાપના હિંદુ ધર્મ પાળતા ખ્મેર રાજાઓએ કરી. બારમી સદીમાં ખ્મેર રાજા સૂર્યવર્મન બીજાએ સામ્રાજ્યના કેન્દ્ર સમા નગર અંગકોરમાં હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ ભવ્ય વિષ્ણુ મંદિર બનાવ્યું. અંગકોર વાટના વિષ્ણુ મંદિરને બસોએક વર્ષ પછી બૌદ્ધ મંદિર બનાવવામાં આવ્યું. પંદરમી સદીમાં ખ્મેર સામ્રાજ્યની પડતી પછી અંગકોર વાટનું મંદિર ઘનઘોર જંગલોમાં ખોવાઈ ગયું. પુરાતત્ત્વવિજ્ઞાનીઓના અથાક પ્રયત્નોથી પુરાણા અંગકોરના 400 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા અવશેષોને શોધી કાઢવામાં આવ્યાં છે. આર્કિયોલોજી અને લિડાર ટેકનોલોજીની કમાલથી આજે અંગકોર વાટના હિંદુ-બૌદ્ધ મંદિરને તેના ભવ્ય સ્થાપત્ય સાથે પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. આવો, લિડાર ટેકનોલોજીએ પ્રકાશિત કરેલ અંગકોર વાટ મંદિરની કથાને ‘અનુપમા’ પર જાણીએ. [આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

વિસરાતી વાતો

પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

  રમાબાઈના જન્મ પૂર્વે હિંદુસ્તાન સાયન્સ અને ટેકનોલોજીના સહારે આજે આપણે એવા જીવનસ્તર પર પહોંચ્યા છીએ કે આજથી બસો –ત્રણસો વર્ષ પહેલાના બંધિયાર સમાજની કલ્પના પણ ન થઈ શકે! શિક્ષણ કે કેળવણીના પૂરા પાયા નખાયા ન હતા!  શું યુરોપ – અમેરિકા કે શું હિંદુસ્તાન, ક્યાંય મહિલા સશક્તિકરણ કે વિમેન એમ્પાવરમેંટ તો શું, મહિલા શિક્ષણનો વિચાર… Continue reading પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

વિસરાતી વાતો

સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ

. ઇસ 1840માં સુરતમાં સવિતાનારાયણ ગણપતિનારાયણનો જન્મ. નાનપણથી જ્ઞાનની ભૂખ. સુરતના વિખ્યાત સુધારક દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ કર્યો. લખતાં-વાંચતાં શીખ્યા. સવિતાનારાયણની જિજ્ઞાસાવૃત્તિ એવી પ્રબળ કે અંગ્રેજી પણ શીખ્યા. તે વર્ષ 1857નું. જ્યારે હિંદુસ્તાન સ્વાતંત્રસંગ્રામની ચિનગારીઓમાં લપેટાયેલું હતું ત્યારે ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ હાકેમો સુરત પાસે તાપી નદી પર પુલ બાંધી રહ્યા હતા. અંગ્રેજ ઇજનેરો… Continue reading સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ