વિજ્ઞાન · સમાચાર

ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ

ઇન્ટરનેટ તથા કમ્પ્યુટિંગ ટેકનોલોજીના આશ્ચર્યજનક પ્રસાર સાથે વ્યાપાર-વાણિજ્ય-ઉદ્યોગ પણ રોકેટગતિથી વિકસવા લાગ્યાં છે.

વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર જ નહીં, દેશ દેશમાં આંતરિક વ્યાપાર પણ એટલો જ સ્પર્ધાત્મક બન્યો છે. ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સામે નવી, ઇનોવેટિવ પ્રૉડક્ટ્સ અને સર્વિસિઝ માર્કેટમાં મૂકવાના પડકારો છે. માર્કેટ અને કન્ઝ્યુમર સેગ્મેન્ટ્સ વિશે તલસ્પર્શી માહિતી હોય તો જ બિઝનેસ ટકી શકે.

વ્યાપારી સંસ્થાઓ, ઉપભોક્તાઓ અને બજારનાં ઘટકો વચ્ચે સતત થતાં રહેતાં ઇન્ટરએક્શન્સ નિરંતર માહિતીનો જંગી ડેટા ઊભો કરે છે. આવા બિગ ડેટાને હેન્ડલ કરવા નાની મોટી કંપનીઓને અતિ ખર્ચાળ, હાઇ પાવર કમ્પ્યુટર સિસ્ટમ્સ અને આધુનિક સોફ્ટવેર્સ-એપ્લિકેશન્સ વસાવવાં પોસાય નહીં. અદ્યતન હાર્ડવેર – સોફ્ટવેર ખરીદીને વસાવવાં તો ખર્ચાળ છે જ, ઉપરાંત તેમને સાચવવા અને અપડેટ કરતાં રહેવા પણ ભારે ખર્ચાળ છે.

આવા મુદ્દાઓમાંથી ક્લાઉડ ટેકનોલોજીનો વિચાર ઉદભવ્યો છે. પરિણામે ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ આપતી કંપનીઓ અસ્તિત્વમાં આવી છે. આવી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઓ પાસે હાઇ એન્ડ કમ્પ્યુટર–સર્વર સિસ્ટમ્સ હોય છે અને તમામ પ્રકારનાં સોફ્ટવેર-પ્રોગ્રામ્સ-એપ્લિકેશન્સ હોય છે. આમ, બિઝનેસ કંપનીઓને પોતાનાં હાર્ડવેર-સોફ્ટવેર વસાવવાની જરૂરત નથી રહેતી. તેમના ડેટા પ્રૉસેસિંગથી માંડી સ્ટોરેજ સુધીની કામગીરી માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની જ  સ્ટેટ ઑફ ધ આર્ટ હાર્ડવેર-સોફ્ટવેર પૂરાં પાડે છે.

‘અનુપમા’ના આજના લેખમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ વિષે જાણીએ અને ક્લાઉડ ટેકનોલોજી પર દ્રષ્ટિપાત કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિજ્ઞાન · સમાચાર

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ

વિશ્વમાં અનેકવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા સિદ્ધ થતી જાય છે.

અમેરિકા અને ચીન જેવા દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્ત્વ પારખી ચૂક્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ‘ઇન્ટેલિજન્ટ’ મશીનનાં પ્યાદાંઓથી આવતી કાલની દુનિયાના સુપર પાવર નિર્મિત થવાની શક્યતાઓ નકારી ન શકાય. જો અમેરિકા-ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હોડમાં ઉતર્યા હોય, તો ભારત શા માટે પાછળ રહે?

ભારત પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના વ્યાવહારિક ઉપયોગો માટે સજ્જ થઈ રહ્યું છે.

દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એપ્લિકેશન્સ ઇ-કોમર્સ, ટેલિકોમ, હેલ્થકેર, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, એન્ટરટેઇનમેન્ટ, કમ્મ્યુનિકેશન, ડિફેન્સ, ટ્રાંસ્પોર્ટેશન, ઇન્ફર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વ્યાપક બનતી જાય છે, જ્યારે ભારતમાં મુખ્યત્વે હેલ્થકેર, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં તે વિશેષ પ્રચલિત છે. જો કે ભારતમાં એમેઝોન જેવી મલ્ટિનેશનલ કંપનીઓ સાથે ઇન્ફોસિસ તથા રિલાયંસ જેવી કંપનીઓ પણ એઆઇ ટેકનોલોજીને અપનાવી રહી છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે.

બિગ ડેટા, ક્લાઉડ ટેકનોલોજી, મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક ત્વરાથી વિશ્વ પર છવાતાં  ભારત સરકાર તેમજ દેશના પોલિસી કમિશન (નીતિ આયોગ) ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની અનિવાર્યતા સમજાઈ છે. ફેબ્રુઆરી 2018માં  દ્વારા ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનો નેશનલ પ્રોગ્રામ જાહેર થયો છે, જે અંતર્ગત એઆઇ ક્ષેત્રે સંશોધન પર વિશેષ ભાર મૂકાશે.

આવતા દસ વર્ષમાં બિગ ડેટા અને ક્લાઉડ ટેકનોલોજીએ આપણા જીવનને ભરડો લઈ લીધો હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આપના રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ભાગ જરૂર ભજવતા હશે. આપ યુવાન હો કે સિનિયર સિટિઝન, આપને દુનિયા સાથે તાલ મિલાવવા આ અદ્યતન ટેકનોલોજીથી વાકેફ રહેવું પડશે. દેશના બાળકોને અને યુવાનોને આ વિશે જાગૃત કરવાની આપણા સૌની ફરજ છે.

આવો, ‘અનુપમા’ના આજના અંકમાં વિશ્વમાં વિસ્તરતી એઆઇ ટેકનોલોજીના સ્કોપને સમજવા સાથે ભારતમાં એઆઇના સ્કોપનું મૂલ્યાંકન કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]