જીવલેણ ઇન્ફેક્શન્સમાં રામબાણ ગણાતી એન્ટિબાયોટિક દવાઓનો ઇતિહાસ
માનવજીવનના સ્વાસ્થ્ય-આરોગ્યના ‘સંવર્ધન’ અર્થે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ તત્પર છે. નવા રોગો અને નવી તકલીફો સાથે દવાઓની રેંજ વધતી જાય છે અને દવાની કંપનીઓ પણ ‘વધતી’ જાય છે. ફાર્મા માર્કેટના વિકાસ સાથે હેલ્થ-કેર ઇંડસ્ટ્રી તગડો (અહાહા … કેવો તગડો!) થતો જાય છે!!
ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની રેવન્યુ 1200 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી છે. વિશ્વના ફાર્મા માર્કેટમાં જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન, રોશ, ફાઇઝર, નોવાર્ટિસ, જીએસકે જેવી કંપનીઓ જાયંટ ગણાય છે. ભારતના ડ્રગ મેન્યુફેક્ચરર્સ માર્કેટમાં સન ફાર્મા, સિપ્લા, અરબિંદો, લ્યુપિન, ડૉ રેડ્ડીઝ લેબ, ઝાયડસ જેવી કંપનીઓ અગ્રેસર છે. તેમાં સન ફાર્મા અને ઝાયડસ કંપનીઓ ગુજરાતીઓની છે, તે ગર્વની વાત છે.
વિશ્વના ફાર્માસ્યુટિકલ માર્કેટમાં વિભિન્ન થેરાપ્યુટિક સેગ્મેન્ટ્સમાં ટોચ પર કેન્સર માટેની ઓન્કો મેડિસિન્સ આવે છે. તે બધા સેગ્મેન્ટ્સમાં એન્ટિબાયોટિક દવાઓ એક અગત્યનો સેગ્મેંટ બનાવે છે.
પેનિસિલિન, ટેટ્રાસાયક્લિન, એમ્પિસિલિન, એમોક્સિસિલિનથી લઈને સિપ્રોફ્લોક્સાસિન સુધીની એન્ટિબાયોટિક ડ્રગ્સનાં નામ અજાણ્યાં નથી!
પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક સ્કોટલેંડ (ઇંગ્લેન્ડ) ના ફિઝિશિયન-માઇક્રોબાયોલોજીસ્ટ ડૉક્ટર એલેક્ઝાંડર ફ્લેમિંગ હતા તે વાત સૌ જાણે. પરંતુ વિશ્વનું આ પહેલું એન્ટિબાયોટિક વર્ષ 1928માં ડૉ ફ્લેમિંગને અનયાસે જ લાધ્યું હતું, તે માની શકાય? આ વાત આજે આપણે જાણીશું.
આવો, ‘અનુપમા’ ના આજના લેખમાં માઇક્રોઓર્ગેનિઝમ્સ (જીવાણુઓ) અને એન્ટિબાયોટિક દવાઓના ઇતિહાસ વિશે જાણકારી મેળવીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]