ગુજરાત · News

ગુજરાતી વૈજ્ઞાનિક વિશાલ ગજ્જરનું ખગોળવિજ્ઞાનમાં અભૂતપૂર્વ સંશોધન

. ગુજરાતના નવયુવાન વૈજ્ઞાનિક ડૉ. વિશાલ ગજ્જર વિશ્વભરમાં નામના પામ્યા છે. બ્રહ્માંડનાં અજાણ્યાં સ્થાનોએથી આવતાં રહસ્યમય તરંગો ‘ફાસ્ટ રેડિયો બર્સ્ટ’ વિશે વિશાલભાઈનાં સંશોધન ખગોળવિજ્ઞાનમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. ગુજરાતમાં બોટાદના વતની ડો. વિશાલ ગજ્જર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ / રેડિયો એસ્ટ્રોનોમીમાં રસ ધરાવે છે અને હાલ અમેરિકામાં બર્કલી સેટી રીસર્ચ સેન્ટર ખાતે પોસ્ટ ડૉક્ટરલ રીસર્ચ કરી રહ્યા છે.… Continue reading ગુજરાતી વૈજ્ઞાનિક વિશાલ ગજ્જરનું ખગોળવિજ્ઞાનમાં અભૂતપૂર્વ સંશોધન

વિસરાતી વાતો

આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં. ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં. 1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન… Continue reading આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

વિસરાતી વાતો

ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી

. અમે શાળામાં ભણતાં ત્યારે પ્રાર્થનાસભામાં ક્યારેક એક ભાવવાહી ભજન ગવાતું- રામ કહો, રહેમાન કહો કોઉ, કા’ન (કહાન) કહો, મહાદેવ રી, પારસનાથ કહો કોઉ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયમેવ હી . . … વર્ષો પછી ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં એક પુસ્તકમાં તે ભજન અને કવિ વિશે જાણ્યું કે તે ભજન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું. તે… Continue reading ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી

વિસરાતી વાતો

ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ

. હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા! આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા મુવમેંટ) ની શરૂઆત થઈ. “અનુપમા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતની આઝાદી પૂર્વે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છેલ્લું આંદોલન તે હિંદ છોડો આંદોલન. 1942ના ઓગસ્ટની 7 અને 8 તારીખે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન (આઝાદ ક્રાંતિ મેદાન)… Continue reading ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ

વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

. ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા. વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય. અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર… Continue reading ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

વિસરાતી વાતો

એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

. આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ. સર લલ્લુભાઈ શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર ગગનવિહારી મહેતા(1900 – 1974)એ ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે. ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો. ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક બર્ટ્રાન્ડ રસેલ પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય… Continue reading એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

વિસરાતી વાતો

વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત. મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી). માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક – ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા. 1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી નાની… Continue reading વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

વિસરાતી વાતો

ભાવનગરની શામળદાસ કોલેજ

. ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં આપણે રાજકોટને પહેલાં યાદ કરીએ. ભાઈ, ભાવનગર તો જાણે અળખામણું.  ભાવનગર પ્રદેશની ભવ્યતા કેમ ભૂલાઈ જતી હશે? વલ્લભીપુરની સમૃદ્ધિ અને ઘોઘા બંદરની નામના પણ વિસરાઈ જશે? ખેર. ભાવનગરનો વાવટો ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતમાં ફરકતો રાખનાર એક અમારા મિત્ર શ્રી વિશ્વદીપ બારડ  પણ છે. ચાલો, પાછા મૂળ મુદ્દે ભાવનગરની એક-બે… Continue reading ભાવનગરની શામળદાસ કોલેજ

વિસરાતી વાતો

સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ

. ગુજરાતના ભૂતકાલીન* પાટનગર અમદાવાદના સી.એન. વિદ્યાલયથી આપણે સુપરિચિત. પણ આ સંસ્કારધામનું નામ જે શ્રેષ્ઠીના શુભ નામ સાથે જોડાયેલ છે, તેમનાથી  કેટલા પરિચિત? આ વાત છે શેઠ ચીમનલાલ નગીનદાસની. શેઠ ચીમનલાલ નગીનદાસ સંસ્કારપ્રેમી શ્રીમંત. ઓગણીસમી સદીના અંતિમ દશકાની આ વાત. ત્યારે એક અમદાવાદીએ ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સ્વપ્નાં સેવ્યાં હોય, તે વાત માની શકાય? હા, અમદાવાદના… Continue reading સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ

વિસરાતી વાતો

સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મહાયોગી શ્રી અરવિંદ

. ભારતના વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના ખેડા જિલ્લામાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા જાણે છે. મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પાસે સંગીતસાધના કરી ઓમકારનાથજી યુવાનવયે લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્યપદે નીમાયા. પરંતુ તેમના હૃદયમાં ચીલાચાલુ જીવનની ચાહ ન હતી. ઓમકારનાથની બાલ્યાવસ્થામાં તેમના પિતાજીએ કુટુંબ ત્યાગી સંન્યાસ માર્ગ લીધો હતો. તેમના… Continue reading સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મહાયોગી શ્રી અરવિંદ

વિસરાતી વાતો

ભારતરત્ન જે આર ડી ટાટા અને અમદાવાદ

. મહાન ઉદ્યોગપતિ જે આર ડી ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ તાતા 1904 – 1993) ને રાષ્ટ્રનિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. જે આર ડી ટાટા ભારતમાં હવાઈ સેવાઓ – એવિએશન ઇન્ડસ્ટ્રી – ના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે. જે આર ડી ટાટાએ 1932માં ટાટા… Continue reading ભારતરત્ન જે આર ડી ટાટા અને અમદાવાદ

વિસરાતી વાતો

ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી, હોલિવુડ અને બોલિવુડ

. હોલિવુડના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસના સહયોગથી બનેલ મસાલેદાર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એંડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ ગયા વિક એંડ પર રજૂ થઈ. વિશેષ કાળજીભરી સિનેમેટોગ્રાફીથી મઢિત ફિલ્મ ઇન્ડિયાના જોન્સ-4 સૌને કેટલી જચશે તે તો સમય બતાવશે, પરંતુ પીઢ અભિનેતા હેરિસન ફોર્ડ અને લબરમૂછિયા એકવીસ વર્ષના કલાકાર શાયા (શિયા)ની સ્ટંટબાજી (Harrison… Continue reading ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી, હોલિવુડ અને બોલિવુડ

વિસરાતી વાતો

મહાત્મા ગાંધી અને અમદાવાદ સત્યાગ્રહ આશ્રમનો આરંભ

.   મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં પોતાની વિશિષ્ટ વિચારધારા અને પ્રવૃત્તિઓથી ખ્યાતિ પામ્યા. હિંદુસ્તાનના અગ્રગણ્ય નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે (1866 – 1915)એ ગાંધીજીને સ્વદેશ પરત થઈ દેશસેવામાં જોડાવા આહવાન કર્યું. ગોખલેજીના સૂચનને સ્વીકારી ગાંધીજી 1915ના 9મી જાન્યુઆરીએ હિંદુસ્તાન આવ્યા. ગાંધીજીએ સૌરાષ્ટ્ર તથા બંગાળનો પ્રવાસ કર્યો. ગાંધીજી બંગાળમાં શાંતિનિકેતન ગયા અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે… Continue reading મહાત્મા ગાંધી અને અમદાવાદ સત્યાગ્રહ આશ્રમનો આરંભ

વિસરાતી વાતો

ભારતનાં દેશી રજવાડાં અને સરદાર પટેલ

.   ઇસ 1947ની 15મી ઓગસ્ટના રોજ હિંદુસ્તાન સ્વતંત્ર થયું. નવસર્જિત ભારત દેશમાં આશરે સાડા પાંચસો  જેટલાં નાનાં-મોટાં રાજ્યો-રજવાડાં હતાં. આપને નવાઇ લાગશે કે આ પૈકી ત્રણસો જેટલાં રજવાડાં ગુજરાત અને કાઠિયાવાડમાં હતાં. ગુજરાતમાં સૌથી મોટું રાજ્ય વડોદરાનું હતું. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં જામનગર રાજ્ય પ્રભાવશાળી હતું. તમે આ રાજ્ય-રજવાડાંનાં નામ સાંભળી નવાઈ પામશો: વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ,… Continue reading ભારતનાં દેશી રજવાડાં અને સરદાર પટેલ

વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિ

. ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે. ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું.  મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર ‘ શંકર શેઠની નાટક શાળા ‘  તરીકે ઓળખાયું.  સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો  શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.  મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ ‘પારસી નાટક મંડળી’એ… Continue reading ગુજરાતી રંગભૂમિ