વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયક અને પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ગાયિકા ગૌહર જાન

જૂની ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં અમદાવાદના અમૃત કેશવ નાયકનું વિશેષ સ્થાન છે.

ઓગણસમી સદી-વીસમી સદીના સંધિ કાળે અમૃત કેશવ નાયક ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર તરીકે ચમકી ગયા. માંડ ત્રીસેક વર્ષનું આયુષ્ય ભોગવનાર અમૃત નાયક ગુજરાતી તથા ઉર્દુ ભાષાના સાહિત્યક્ષેત્રે અનોખી છાપ છોડી ગયા.

અમૃત નાયકને તત્કાલીન હિંદુસ્તાનનાં વિખ્યાત ગાયિકા ગૌહર જાન (ગોહર જાન) સાથે અંતરંગ સંબંધો હતા. ગૌહર જાન એ ગાયક કલાકારોમાંથી એક હતાં જેમના અવાજમાં હિંદુસ્તાનમાં 78 આરપીએમ ગ્રામોફોન રેકોર્ડના રેકોર્ડિંગનો આરંભ થયો. વર્ષ 1902-03 ના ગાળામાં ગ્રામોફોન કંપની (પાછળથી ગ્રામોફોન કંપની ઓફ ઇંડિયા) એ જે પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ્સ માર્કેટમાં મૂકી, તેમાં ગૌહર જાનના શાસ્ત્રીય કંઠ્યસંગીતની રેકોર્ડ હતી. આમ, ગૌહર જાન ભારતનાં પ્રથમ ‘રેકોર્ડિંગ સ્ટાર’ ગાયિકા.  

આવો, આજે ‘અનુપમા’ પર ગુજરાતના નાટ્યકાર-સાહિત્યકાર અમૃત કેશવ નાયક તથા હિંદુસ્તાની ગાયિકા-નર્તકી ગૌહર જાનની અર્ધ-અજાણી વાતો પર નજર નાખીએ.

 [આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિ

. ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે. ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું.  મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર ‘ શંકર શેઠની નાટક શાળા ‘  તરીકે ઓળખાયું.  સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો  શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.  મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ ‘પારસી નાટક મંડળી’એ… Continue reading ગુજરાતી રંગભૂમિ