મુંબઈની ગિલ્બર્ટ હિલ: વિશ્વનો એક પ્રાચીનતમ ખડક ભારતમાં
મુંબઈમાં વિશ્વના સૌથી પ્રાચીન ખડકોમાંથી એક ખડક ગિલ્બર્ટ હિલ છે.
મુંબઈના અંધેરીમાં ગિલ્બર્ટ હિલ આશરે સાડા છ કરોડ વર્ષ પહેલાં રચાઈ હોવાની ધારણા છે. ગિલ્બર્ટ હિલ વિશિષ્ટ પ્રકારનો પ્રાચીન કોલમર જોઇન્ટિંગ પ્રકારનો રૉક કે ખડક છે. ભારતમાં આ પ્રકારનો અન્ય કોઈ ખડક આટલો પુરાણો નથી.
આવા પ્રાચીન કોલમર જોઇન્ટિંગ ધરાવતા જાણીતા ત્રણ રૉક પર આપણે નજર નાખીએ: એક ભારતમાં એક માત્ર ગિલ્બર્ટ હિલ, અન્ય બે અમેરિકામાં ડેવિલ્સ પોસ્ટપાઇલ (કેલિફોર્નિયા) અને ડેવિલ્સ ટાવર (વાયોમિંગ).
ભારતની આર્થિક રાજધાની મુંબઈના સબર્બ પશ્ચિમ અંધેરીમાં ગિલ્બર્ટ હિલ આવેલ છે. તે અંધેરી સ્ટેશનથી માત્ર દોઢ બે કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત છે. ગિલ્બર્ટ હિલ ટેકરી નથી; તે આશરે 61 મીટર ઊંચો એક વિશાળકાય ખડક-સ્તંભ છે. એક જ ખડકના સળંગ એક જ પથ્થરનો બનેલો હોવાથી તેને મોનોલીથ કોલમ કહી શકાય.
ગિલ્બર્ટ હિલ વિશ્વના પ્રાચીનતમ ખડકો પૈકી એક છે. લાખો વર્ષો પહેલાં જ્વાળામુખીના લાવા ઠરવાથી બનેલ ગિલ્બર્ટ હિલ એક બાસાલ્ટ ખડક છે. ગિલ્બર્ટ હિલની ઉંમર આશરે 65 મિલિયન વર્ષની મનાય છે. યુગ-યુગથી કાળની થપેટો ઝીલી રહી તે અડીખમ ઊબી રહી શકી છે તે આશ્ચર્યની વાત છે.
જીયોલોજી – ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ ભારતમાં બેજોડ એવી ગિલ્બર્ટ હિલની ગણના દુનિયાના સૌથી જૂના ખડકોમાં થાય છે. મુંબઈની આ કહેવાતી ટેકરી (હિલ) હકીકતમાં આશરે બસો ફૂટ ઊંચો બાસાલ્ટિક ખડક છે, એક મોનોલીથ સ્તંભ છે. કાળની થપેટોને ઝીલતી રહેલી ગિલ્બર્ટ હિલની ટોચે ગાંવદેવી – દુર્ગા માતાના મંદિર પ્રખ્યાત છે.
આવો, ‘અનુપમા’ પર આજે ગિલ્બર્ટ હિલ સંબંધી વિસ્મયકારી વાતો જાણીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]