ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ
ઇન્ટરનેટ તથા કમ્પ્યુટિંગ ટેકનોલોજીના આશ્ચર્યજનક પ્રસાર સાથે વ્યાપાર-વાણિજ્ય-ઉદ્યોગ પણ રોકેટગતિથી વિકસવા લાગ્યાં છે.
વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર જ નહીં, દેશ દેશમાં આંતરિક વ્યાપાર પણ એટલો જ સ્પર્ધાત્મક બન્યો છે. ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સામે નવી, ઇનોવેટિવ પ્રૉડક્ટ્સ અને સર્વિસિઝ માર્કેટમાં મૂકવાના પડકારો છે. માર્કેટ અને કન્ઝ્યુમર સેગ્મેન્ટ્સ વિશે તલસ્પર્શી માહિતી હોય તો જ બિઝનેસ ટકી શકે.
વ્યાપારી સંસ્થાઓ, ઉપભોક્તાઓ અને બજારનાં ઘટકો વચ્ચે સતત થતાં રહેતાં ઇન્ટરએક્શન્સ નિરંતર માહિતીનો જંગી ડેટા ઊભો કરે છે. આવા બિગ ડેટાને હેન્ડલ કરવા નાની મોટી કંપનીઓને અતિ ખર્ચાળ, હાઇ પાવર કમ્પ્યુટર સિસ્ટમ્સ અને આધુનિક સોફ્ટવેર્સ-એપ્લિકેશન્સ વસાવવાં પોસાય નહીં. અદ્યતન હાર્ડવેર – સોફ્ટવેર ખરીદીને વસાવવાં તો ખર્ચાળ છે જ, ઉપરાંત તેમને સાચવવા અને અપડેટ કરતાં રહેવા પણ ભારે ખર્ચાળ છે.
આવા મુદ્દાઓમાંથી ક્લાઉડ ટેકનોલોજીનો વિચાર ઉદભવ્યો છે. પરિણામે ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ આપતી કંપનીઓ અસ્તિત્વમાં આવી છે. આવી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઓ પાસે હાઇ એન્ડ કમ્પ્યુટર–સર્વર સિસ્ટમ્સ હોય છે અને તમામ પ્રકારનાં સોફ્ટવેર-પ્રોગ્રામ્સ-એપ્લિકેશન્સ હોય છે. આમ, બિઝનેસ કંપનીઓને પોતાનાં હાર્ડવેર-સોફ્ટવેર વસાવવાની જરૂરત નથી રહેતી. તેમના ડેટા પ્રૉસેસિંગથી માંડી સ્ટોરેજ સુધીની કામગીરી માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની જ સ્ટેટ ઑફ ધ આર્ટ હાર્ડવેર-સોફ્ટવેર પૂરાં પાડે છે.
‘અનુપમા’ના આજના લેખમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ વિષે જાણીએ અને ક્લાઉડ ટેકનોલોજી પર દ્રષ્ટિપાત કરીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]