મુક્તપંચિકા

મુક્તપંચિકા 15/08/2006

. જલસભર નભ-વાદળી લથબથ થઈને જગ કરંતી તરબતર! * * * * * * * અર્ધા નભમાં અર્ધું વાદળ, અર્ધી અર્ધી બરખા! અર્ધ ભીગેલું તપ્ત બદન! * * * * * * *

મુક્તપંચિકા

મુક્તપંચિકા: 31/05/06

. લાવને તારી નાજુક, નાની હથેલીમાં, સજની વહાલી! નામ લખું હું મારું. ————- રક્તિમ-પીળું કેસરિયાળું, બિન વાદળ નભ નીરવ, સ્તબ્ધ! જો! સૂર્ય અસ્ત! ————–

મુક્તપંચિકા

પસંદગીની મુક્તપંચિકા

મુક્તપંચિકાઓ: મૂળ પ્રસિદ્ધિ તારીખ: 14/05/2006 ————– રંગતરંગે, અતિ ઉમંગે, હૈયું ઠાલું હરખે! છુપી ન છુપે પ્રથમ પ્રીત. ———– સપનું બની, આંખમાં તારી, સાજન! મારા વ્હાલા! રહેવું મારે વિરહ રાતે. ———–

મુક્તપંચિકા

પસંદગીની મુક્તપંચિકા

મુક્તપંચિકાઓ: મૂળ પ્રસિદ્ધિ તારીખ: 14/05/2006 ………… વિશ્વફલક પર, સઘળે ખોજી- થાક્યો- તુજને, ભીતર જોતાં પામ્યો મુજને. ————– આંબે ટહૂકી કોયલ કાળી, ચોમેર હરિયાળી, રંગરસીલી વસંત જામી. ————– શીતલ વાયુ, મંદ સુગંધ, તૃણે તૃણે આનંદ! તિમિર ક્ષય, સૂર્ય ઉદય. ———— કોઈ ન પાસ, ન આશ ભલે, તું શાને ખોતો હામ? પથિક ચાલ, દૂર મુકામ. ————- ———-… Continue reading પસંદગીની મુક્તપંચિકા

મુક્તપંચિકા

મુક્તપંચિકા

. પ્રિય મિત્રો, આ વર્ષના પ્રારંભમાં મેં “મુક્તપંચિકા” રચવાની શરૂ કરી. મે, 2006માં “બ્લોગર” પર મારા ગુજરાતી બ્લોગનો પ્રારંભ થયો: ”મુક્તપંચિકા તથા કવિતા”. URL: http://gujarat1.blogspot.com ગુજરાતી સાહિત્યના લઘુકાવ્યના વિશિષ્ટ પ્રકાર “મુક્તપંચિકા”થી આપ આજે સારી રીતે માહિતગાર છો. ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ પર મુક્તપંચિકાની પ્રથમ રજૂઆત ઉપરોક્ત બ્લોગ પર થઈ. અંગત અનુભવથી અને મિત્રો સાથેની ચર્ચામાં પણ… Continue reading મુક્તપંચિકા