મુક્તપંચિકા

ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર

. આ પોસ્ટનો હેતુ ગુજરાતી બ્લૉગિંગનો ઇતિહાસ લખવાનો નથી. ગુજરાતી નેટ જગતનો પૂરો ઇતિહાસ એટલો લંબાઈ જાય કે તે ઘણો સમય માગી લે. ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર આજે તો સમૃદ્ધિનો પાર નથી. અહીં આપણે ગુજરાતી નેટ જગતના ‘શિલારોપણ’ પર ઊડતી નજર નાખીશું. ગુજરાતી બ્લોગ જગતની આરંભયાત્રાનું મારી દ્રષ્ટિએ વિહંગાવલોકન માત્ર કરીશું. ગુજરાતી નેટ જગત પર… Continue reading ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર

મુક્તપંચિકા

મુક્તપંચિકા: 18/08/2007

. મિત્રો! મારી નીચેની મુક્તપંચિકાઓ “સહિયારું સર્જન” પર પ્રગટ થઈ છે. *   *   *   *   *   * મુક્તપંચિકા: 18/08/2007 (1) આપશો શબ્દો તમે, વાચાળ થઈ જાશે કલમ અમ – આ હતી કોને ખબર? *  *  *  *  *   *   *  * મુક્તપંચિકા: 18/08/2007 (2) આયખું આખું ઝબૂકી વીજ સમ પળ એકમાં વીતશે – હતી કોને ખબર? *  *   *   *   *   *

મુક્તપંચિકા · હસ્તાક્ષર

“કુમાર” માં પ્રસિદ્ધિ સાથે મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં પા પા પગલી: Muktapanchika in “Kumar”

* * “કુમાર” માં પ્રસિદ્ધિ સાથે મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં પા પા પગલી: . આપ સૌ મિત્રોએ “અનુપમા”ને હૂંફાળો પ્રતિસાદ આપ્યો છે. આપે મુક્તપંચિકાને ઉલ્લાસભેર વધાવી “અનુપમા”ની ખ્યાતિ વિસ્તારી છે. આપના સથવારે મુક્તપંચિકાએ હવે પ્રિન્ટ મીડિયામાં પા પા પગલી ભરી છે. મારી મુક્તપંચિકા ગુજરાતી ભાષાના સુપ્રતિષ્ઠિત પારિવારિક સામયિક “કુમાર”ના મે 2007ના અંકમાં લઘુકાવ્ય તરીકે પ્રકાશિત થઈ… Continue reading “કુમાર” માં પ્રસિદ્ધિ સાથે મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં પા પા પગલી: Muktapanchika in “Kumar”