ગુજરાત

સ્વતંત્ર ભારતના દીવ-દમણ-ગોવામાં પોર્ટુગલ શાસનનો ‘નાટ્યાત્મક’ અંત

ભારત 1947ના 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર થયું. ભારતને આઝાદી આપી અંગ્રેજોએ દેશ છોડ્યો અને બ્રિટીશ હકૂમતનો અંત આવ્યો.

ઘણાને એવી ગેરસમજ થાય છે કે સમગ્ર ભારત દેશ તે દિવસે આઝાદ થઈ ગયો! ના, અખંડ ભારત તો તે પછી વર્ષો પછી બન્યું! કેમ? કારણ કે તે સમયે આપણા કેટલાક પ્રદેશોના દેશવાસીઓ હજી અન્ય હકૂમત નીચે હતાં!

દીવ, દમણ અને ગોવા પર પોર્ટુગલની હકૂમત હતી. પોંડીચેરી (પુડુચેરી) અને ફ્રેંચ ઇંડિયાના કેટલાક ક્ષેત્રો પર ફ્રાંસની હકૂમત હતી. હૈદ્રાબાદનું રાજ્ય હેદ્રાબાદના નવાબ નિઝામને કબજે હતું. જૂનાગઢ પર ત્યાંના નવાબનું રાજ્ય હતું. અન્ય કેટલાયે નાનાં મોટાં રજવાડાંઓ તેમના રાજાઓના તાબે હતાં. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની મુત્સદ્દીગીરી ભરી મંત્રણાઓ અને વ્યુહરચનાઓને પરિણામે મોટાં ભાગનાં રજવાડાં ભારતમાં જોડાઈ ગયાં.

પોંડીચેરી પર ફ્રાંસની હકૂમત 1954 સુધી રહી, તો દીવ-દમણ-ગોવા પર પોર્ટુગલનું શાસન 1961 સુધી રહ્યું.

આપણે દીવ, દમણ અને ગોવા પરના પોર્ટુગીઝ શાસનની ટૂંકમાં વાત કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ગુજરાત · વિસરાતી વાતો

મુંબઈના અગ્રણી દાનવીર પારસી વેપારી જમશેદજી જીજીભાઈ

  સર જમશેદજી જીજીભાઇ (સર જમશેત્જી જીજીભોય / જમશેતજી જીજીભોય) નું નામ મુંબઈના પરોપકારી, દાનેશ્વરી, પારસી વેપારીઓમાં પ્રથમ હરોળમાં આવે. ઓગણીસમી સદીના ઉદયકાળે જમશેદજી જીજીભાઈએ  પોતાનાં વહાણો ખરીદી ઠેઠ ચીન સુધી વ્યાપાર વિકસાવ્યો અને મુંબઈના પહેલા લખપતિઓમાં સ્થાન મેળવ્યું તે એક ગુજરાતીની મોટી સિદ્ધિ કહેવાય. જમશેદજી જીજીભાઈએ ઉદાર સખાવતો કરી મુંબઈ શહેરમાં સમાજકલ્યાણનાં કાર્યો કર્યાં,… Continue reading મુંબઈના અગ્રણી દાનવીર પારસી વેપારી જમશેદજી જીજીભાઈ

ગુજરાત · વિસરાતી વાતો

ભારતમાં વ્યાપાર – ઉદ્યોગના પ્રણેતા ગુજરાતી પારસીઓ: વાડિયા પરિવાર અને શિપિંગ ઉદ્યોગ

ભારતમાં વેપાર – ઉદ્યોગ ક્ષેત્રે પારસીઓનું યોગદાન ભારતમાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે પારસીઓનું પ્રદાન અણમોલ લેખાય છે. પારસીઓ ઇરાનથી આવીને ગુજરાતમાં વસ્યા. આ ગુજરાતી પારસીઓએ ઝોરોસ્ટ્રિયન ધર્મની સુવાસ હિંદુસ્તાનભરમાં ફેલાવી. સુરત (દક્ષિણ ગુજરાત) અને મુંબઈમાં પારસીઓએ વેપાર – ઉદ્યોગના પાયા નાખ્યા. ટાટા, ગોદરેજ, વાડિયા, પીટિટ અને જીજીભોય પરિવારના પારસીઓએ ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રે અમૂલ્ય ફાળો… Continue reading ભારતમાં વ્યાપાર – ઉદ્યોગના પ્રણેતા ગુજરાતી પારસીઓ: વાડિયા પરિવાર અને શિપિંગ ઉદ્યોગ

ગુજરાત · News

ગુજરાતી વૈજ્ઞાનિક વિશાલ ગજ્જરનું ખગોળવિજ્ઞાનમાં અભૂતપૂર્વ સંશોધન

. ગુજરાતના નવયુવાન વૈજ્ઞાનિક ડૉ. વિશાલ ગજ્જર વિશ્વભરમાં નામના પામ્યા છે. બ્રહ્માંડનાં અજાણ્યાં સ્થાનોએથી આવતાં રહસ્યમય તરંગો ‘ફાસ્ટ રેડિયો બર્સ્ટ’ વિશે વિશાલભાઈનાં સંશોધન ખગોળવિજ્ઞાનમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. ગુજરાતમાં બોટાદના વતની ડો. વિશાલ ગજ્જર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ / રેડિયો એસ્ટ્રોનોમીમાં રસ ધરાવે છે અને હાલ અમેરિકામાં બર્કલી સેટી રીસર્ચ સેન્ટર ખાતે પોસ્ટ ડૉક્ટરલ રીસર્ચ કરી રહ્યા છે.… Continue reading ગુજરાતી વૈજ્ઞાનિક વિશાલ ગજ્જરનું ખગોળવિજ્ઞાનમાં અભૂતપૂર્વ સંશોધન

ગુજરાત

બિલ્યન એક્ટ્સના ‘હીરો એવૉર્ડ’ વિજેતા અમદાવાદના ડ્રોન-સર્જક હર્ષવર્ધન ઝાલા

. ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કરનાર અમદાવાદના કિશોર હર્ષવર્ધન ઝાલાનો પરિચય આપ ‘અનુપમા’ પર મેળવી ચૂક્યા છો. હર્ષવર્ધન ઝાલાએ માત્ર ચૌદ વર્ષની ઉંમરે ગુજરાત સરકારના  ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ – 2017માં ગુજરાત સરકાર સાથે પાંચ કરોડના ‘એમઓયુ’ કર્યા તે તો આપ જાણો છો. હર્ષવર્ધન ઝાલાએ સ્વયં બનાવેલ લેન્ડ માઇન્સ ડિટેક્શન ડ્રોન પ્રત્યે વિશ્વના અગ્રણીઓનું ધ્યાન ખેંચાયું… Continue reading બિલ્યન એક્ટ્સના ‘હીરો એવૉર્ડ’ વિજેતા અમદાવાદના ડ્રોન-સર્જક હર્ષવર્ધન ઝાલા