ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ
વિશ્વમાં અનેકવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા સિદ્ધ થતી જાય છે.
અમેરિકા અને ચીન જેવા દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્ત્વ પારખી ચૂક્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ‘ઇન્ટેલિજન્ટ’ મશીનનાં પ્યાદાંઓથી આવતી કાલની દુનિયાના સુપર પાવર નિર્મિત થવાની શક્યતાઓ નકારી ન શકાય. જો અમેરિકા-ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હોડમાં ઉતર્યા હોય, તો ભારત શા માટે પાછળ રહે?
ભારત પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના વ્યાવહારિક ઉપયોગો માટે સજ્જ થઈ રહ્યું છે.
દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એપ્લિકેશન્સ ઇ-કોમર્સ, ટેલિકોમ, હેલ્થકેર, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, એન્ટરટેઇનમેન્ટ, કમ્મ્યુનિકેશન, ડિફેન્સ, ટ્રાંસ્પોર્ટેશન, ઇન્ફર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વ્યાપક બનતી જાય છે, જ્યારે ભારતમાં મુખ્યત્વે હેલ્થકેર, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં તે વિશેષ પ્રચલિત છે. જો કે ભારતમાં એમેઝોન જેવી મલ્ટિનેશનલ કંપનીઓ સાથે ઇન્ફોસિસ તથા રિલાયંસ જેવી કંપનીઓ પણ એઆઇ ટેકનોલોજીને અપનાવી રહી છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે.
બિગ ડેટા, ક્લાઉડ ટેકનોલોજી, મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક ત્વરાથી વિશ્વ પર છવાતાં ભારત સરકાર તેમજ દેશના પોલિસી કમિશન (નીતિ આયોગ) ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની અનિવાર્યતા સમજાઈ છે. ફેબ્રુઆરી 2018માં દ્વારા ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનો નેશનલ પ્રોગ્રામ જાહેર થયો છે, જે અંતર્ગત એઆઇ ક્ષેત્રે સંશોધન પર વિશેષ ભાર મૂકાશે.
આવતા દસ વર્ષમાં બિગ ડેટા અને ક્લાઉડ ટેકનોલોજીએ આપણા જીવનને ભરડો લઈ લીધો હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આપના રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ભાગ જરૂર ભજવતા હશે. આપ યુવાન હો કે સિનિયર સિટિઝન, આપને દુનિયા સાથે તાલ મિલાવવા આ અદ્યતન ટેકનોલોજીથી વાકેફ રહેવું પડશે. દેશના બાળકોને અને યુવાનોને આ વિશે જાગૃત કરવાની આપણા સૌની ફરજ છે.
આવો, ‘અનુપમા’ના આજના અંકમાં વિશ્વમાં વિસ્તરતી એઆઇ ટેકનોલોજીના સ્કોપને સમજવા સાથે ભારતમાં એઆઇના સ્કોપનું મૂલ્યાંકન કરીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]