વિસરાતી વાતો

ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી

.

અમે શાળામાં ભણતાં ત્યારે પ્રાર્થનાસભામાં ક્યારેક એક ભાવવાહી ભજન ગવાતું-

રામ કહો, રહેમાન કહો કોઉ, કા’ન (કહાન) કહો, મહાદેવ રી,

પારસનાથ કહો કોઉ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયમેવ હી . . …

વર્ષો પછી ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં એક પુસ્તકમાં તે ભજન અને કવિ વિશે જાણ્યું કે તે ભજન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું. તે અંગે વાંચતાં તેનો સવિસ્તર અર્થ સમજાયો; ત્યારે જ તેના રચયિતા કવિ આનંદઘનજી વિશે પહેલી જાણકારી મળી.

મહાત્મા આનંદઘનજીનો જન્મ આશરે ચારસો વર્ષ અગાઉ ગુજરાતમાં થયો હતો. તેમના પૂર્વાશ્રમ વિશે ઝાઝી માહિતી નથી. જૈન ધર્મની દીક્ષા લીધા પછી તેમણે ગુજરાત અને રાજસ્થાનમાં ભ્રમણ કર્યું અને અતિ કઠોર સાધુ જીવન વ્યતીત કર્યું. આનંદઘનજી માત્ર જૈન સાધુ નહીં, પ્રખર વિદ્વાન, સાહિત્યસર્જક અંને સિદ્ધ યોગી હતા. સર્વધર્મસમભાવ તેમનો આદર્શ હતો. તેમણે ઉત્તમ સાહિત્યકૃતિઓની રચના કરી. આનંદઘનજીનાં ભાવ અને ભક્તિથી નીતરતાં ગુજરાતી પદોને તો ભક્તકવિ મીરાંબાઇની રચનાઓ સાથે સરખાવાય છે.

મહાત્મા આનંદઘનજીએ પાછળનું જીવન મીરાંબાઇના રાજસ્થાનના મેડતામાં વીતાવ્યું અને 1670માં દેહત્યાગ કર્યો.

2 thoughts on “ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી

Leave a reply to કુમાર મયુર જવાબ રદ કરો