.
ઇસ 1840માં સુરતમાં સવિતાનારાયણ ગણપતિનારાયણનો જન્મ.
નાનપણથી જ્ઞાનની ભૂખ.
સુરતના વિખ્યાત સુધારક દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ કર્યો. લખતાં-વાંચતાં શીખ્યા. સવિતાનારાયણની જિજ્ઞાસાવૃત્તિ એવી પ્રબળ કે અંગ્રેજી પણ શીખ્યા.
તે વર્ષ 1857નું.
જ્યારે હિંદુસ્તાન સ્વાતંત્રસંગ્રામની ચિનગારીઓમાં લપેટાયેલું હતું ત્યારે ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ હાકેમો સુરત પાસે તાપી નદી પર પુલ બાંધી રહ્યા હતા.
અંગ્રેજ ઇજનેરો મજૂરો પાસેથી કામ શી રીતે લે? તેમને દુભાશિયાની જરૂર પડી.
સત્તરેક વર્ષના સવિતાનારાયણ ગણપતિનારાયણ પચ્ચીસ રૂપિયાના માતબર પગારથી દુભાશિયા તરીકે નિમણૂક પામ્યા. અંગ્રેજ ઇજનેરો અંગ્રેજી ભાષામાં સૂચના આપે; સવિતાનારાયણ ગુજરાતીમાં કડિયા-મિસ્ત્રી-મજૂરોને સમજાવે.
ફાજલ સમયમાં તેમણે પુસ્તકો વાંચીને લેખનપ્રવૃત્તિ શરૂ કરી. તેમના લેખો-કાવ્યો પ્રસિદ્ધ પણ થયાં.
ગુજરાતના રૂઢિચુસ્ત, અંધારા સમાજમાં એક સામાન્ય કુટુંબમાં જન્મેલ એક અદનો ગુજરાતી તે યુગમાં આપબળે કેવી પ્રગતિ કરી શક્યો!
વાઇબ્રન્ટ ગુજરાતની રોશનીમાં આવા કંઈક દુર્ગારામ મહેતાજી, કંઈક સવિતાનારાયણની જીવનરેખાઓ આપણે જોઇ શકતા નથી.
આજે ગુજરાત સવિતાનારાયણ જેવા કેટલાયે ગરવા ગુજરાતીઓને વિસરી ગયું છે!
કોણ સાંભળશે આ વિસરાતી વાતો?
.
૧૫૦થી વધુ ગુજરાતી બ્લોગ્સ એક ક્લિક વેંતમાં…
આજે જ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો tadafadi.wordpress.com
adbhut … !!!
વાહ! આ નવી વાત જાણવા મળી.