.
મુક્તપંચિકા : 04/03/2007 (હોળી)
ફાગણનો મહિનો.
હોળી-ધૂળેટીનો રંગભર્યો તહેવાર …..
અને અનુપમા પર મુક્તપંચિકામાં રગછાંટણાં ન થાય તો કેમ ચાલે?
* * * * * * * * * * * * *
મુક્તપંચિકા: હોળી (1)
મત્તછકેલું
રાતું જોબન
ફાગણ કેરા રંગે
રંગાતું જાતું
સાજન સંગે.
* * * * * * * * * *
મુક્તપંચિકા: હોળી (2)
રંગરસીલી
કેસરકાયા
કેસૂડાની – ભીંજાતી
નમણી નારી
સમ- વિલસે.
* * * * * * * * * *
મુક્તપંચિકા: હોળી (3)
નવપલ્લવ
કેસૂડા કેરી
શાખે ફાગણ છાંટે
ચિત્તાકર્ષક
રંગબહાર.
* * * * * * * * * *
મુક્તપંચિકા: હોળી (4)
ફાગણભીના
કેસૂડાસમ
કેસરવર્ણી કાયા
ભીંજે સાજન
કેરી નજર્યું.
* * * * * * * * * * *
આપ મારી રચેલી અન્ય મુક્તપંચિકાઓ ઊર્મિબહેન સંચાલિત “સહિયારું સર્જન” પર વાંચી શકશો. … હરીશ દવે … અમદાવાદ