વિસરાતી વાતો

ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે

. ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકેની ફિલ્મ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર”. દાદાસાહેબ ફાળકે ના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” ઈ.સ. 1913માં મુંબઈમાં રજૂ થયેલી તે આપ જાણો છો. આ ફિલ્મની પટકથા માટે દાદાસાહેબ ફાળકેએ ગુજરાતના આદ્ય નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેના નાટકનો આધાર લીધો હતો. “રાજા હરિશ્ચંદ્ર” ફિલ્મના ટાઈટલ્સમાં દાદાસાહેબ ફાળકેએ રણછોડભાઈ… Continue reading ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે

વિસરાતી વાતો

વિનોદિનીબહેન નીલકંઠ

. સ્વ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ ને આપણે સાક્ષર તરીકે જાણીએ.  તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ને આપણે લેખિકા-સમાજસેવિકા તરીકે ઓળખીએ. એક વિશેષ વાત તમને રોચક લાગશે.  1949નું વર્ષ. અમદાવાદમાં ‘ગુજરાત વિદ્યાસભા’ના શતાબ્દિ મહોત્સવની ઉજવણી. તે નિમિત્તે રમણભાઈ નીલકંઠનું “રાઈનો પર્વત” નાટક ભજવાયેલું. તેમાં જાલકાના પાત્રમાં વિનોદિનીબહેન હતા. વિનોદિનીબહેનનો સુંદર અભિનય પ્રશંસા પામ્યો હતો.  ગુજરાતના પ્રતિષ્ઠિત સાક્ષર-પરિવાર… Continue reading વિનોદિનીબહેન નીલકંઠ

મુક્તપંચિકા

મુક્તપંચિકા: 13/03/07

. અમે ને તમે : મુક્તપંચિકા: અમે ને તમે … ચાલો, વાંચીએ મુક્તપંચિકા મઝાની! * * * * * * * * * અમે વાદળ આભ ઊડંતાં ને તમે સરસર સરતી, આંખ આંજતી વીજ. * * * * * * * * * અમે સાગર તીરે હળવે ઊઠતી લ્હેર, તમે મધદરિયે ઝૂમંતાં મોજાં. * *… Continue reading મુક્તપંચિકા: 13/03/07

મુક્તપંચિકા

મુક્તપંચિકા : 05/03/2007

. મુક્તપંચિકા : પ્રિય મિત્ર સુરેશભાઈ જાનીના જન્મદિને (05/03/2007)  * * * * * * * * * * જીવન અહીં આ પળભર જાણી, હરખે માણે ક્ષણને, જાની સુરેશભાઈ.  * * * * * * * * * *  * * * * * * * * * * મુક્તપંચિકા (2) ચોસઠ તોયે ચાર વર્ષના… Continue reading મુક્તપંચિકા : 05/03/2007

મુક્તપંચિકા

મુક્તપંચિકા: 04/03/2007

.  મુક્તપંચિકા : 04/03/2007 (હોળી)  ફાગણનો મહિનો. હોળી-ધૂળેટીનો રંગભર્યો તહેવાર ….. અને અનુપમા પર મુક્તપંચિકામાં રગછાંટણાં ન થાય તો કેમ ચાલે?  * * * * * * * * * * * * * મુક્તપંચિકા: હોળી (1) મત્તછકેલું રાતું જોબન ફાગણ કેરા રંગે રંગાતું જાતું સાજન સંગે.  * * * * * * * *… Continue reading મુક્તપંચિકા: 04/03/2007