.
પ્રેમ એટલે?
આ મઝાનો પ્રશ્ન ઊર્મિબહેનનો છે. તેમણે “સહિયારું સર્જન” પર પ્રશ્ન પૂછ્યો છે. પ્રેમભીની બે મુક્તપંચિકાઓ મેં સહિયારું સર્જન પર મૂકી છે.
“અનુપમા” પર આપ સમક્ષ પ્રેમમાં પલળેલી મુક્તપંચિકાઓ રજૂ કરું છું.
પ્રેમ એટલે (1)
પ્રેમ એટલે
તમ હૈયામાં
ભૂસકો મારી, વ્હાલા!
છબછબિયાં-
ની મઝા, મઝા!
* * * * * * * * *
પ્રેમ એટલે (2)
પ્રેમ એટલે
ખળખળતું
કો’ ઝરણું વહેતું
જીવન કેરા
સહરા મધ્યે.
* * * * * * * * *
પ્રેમ એટલે (3)
પ્રેમ એટલે
ફૂલ મઝાનું
રંગબેરંગી, જાણે
ખીલતું સૂકી
જીવનડાળે.
* * * * * * * * *
પ્રેમ એટલે (4)
પ્રેમ એટલે
શીતળ છાયા.
બળબળતા ભર
ગ્રીષ્મઋતુના
તડકા મધ્યે.
* * * * * * * * *
પ્રેમ એટલે (5)
પ્રેમ એટલે
આંખ ઝુકાવી
સ્મિત સજાવી, ધીરે
ધીરે, પીગળે
કાય કુંવારી.
* * * * * * * * *
……… હરીશ દવે અમદાવાદ
very emotional and touching poems.
Words are nicely composed to give poetic effect. Enjoyed very much.
ખુબ જ સુંદર મુક્તપંચિકાઓ છે, હરીશકાકા!
મને આ ખુબ જ ગમી…
પ્રેમ એટલે
ખળખળતું
કો’ ઝરણું વહેતું
જીવન કેરા
સહરા મધ્યે.
સહિયારું સર્જન પર સંકલિત પોસ્ટમાં તમારા નામ સાથે મેં આ પોસ્ટની જ લિંક આપી છે!
મેં પણ મુક્તપંચિકા લખવાની ટ્રાય કરેલી પણ ત્યારે એનાં કરતાં પણ ઓછા શબ્દોમાં અનાયાસે જ આ હાઇકુ રચાઇ ગયેલું…
પ્રેમ એટલે,
હર વ્યાખ્યાથી પર-
ઊર્મિનું હેમ !