વિસરાતી વાતો

એલેક્ઝાન્ડર કિ. ફૉર્બસ (ફાર્બસ સાહેબ)

.

ગુજરાત આ પ્રજાપ્રેમી અંગ્રેજ ઓફિસર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસને ફાર્બસ સાહેબ તરીકે જાણે છે.

સ્કોટલેન્ડ (ઈંગ્લેન્ડ)ના વતની એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઈસ્ટ ઈંડિયા કંપનીની અંગ્રેજ હકૂમત માટે અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા.

એપ્રિલ 15, 1850 ના રોજ ફાર્બસ સાહેબની સુરતના સેશન્સ જજ તરીકે નિમણૂક થઈ. ફાર્બસ સાહેબે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી તથા અન્ય અગ્રણી પ્રજાજનો સાથે મૈત્રીભર્યા સંબંધો વિકસાવ્યા.

સુરત શહેર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઉર્ફે ફાર્બસ સાહેબ પ્રતિ ત્રણ મુખ્ય કાર્યોથી ઋણી રહેશે:

પ્રથમ તો, ફાર્બસ સાહેબની પ્રેરણાથી જુલાઈ 1, 1850ના રોજ સુરતમાં વિખ્યાત એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના થઈ.

બીજું, ફાર્બસ સાહેબની જ પ્રેરણાથી ઓક્ટોબર 10, 1850ના દિને સુરત શહેરના પ્રથમ વર્તમાનપત્ર “સુરત સમાચાર”નો આરંભ થયો.

ત્રીજું, સુધરાઈની સ્થાપના માટે જનમત કેળવવાનું. તે સમયે પ્રજા એટલી રૂઢિચુસ્ત હતી કે સુધરાઈ જેવી લોકોપયોગી સંસ્થા વિષે પણ તર્ક-વિતર્ક કરતી હતી. ફાર્બસ સાહેબ કવિ દલપતરામ અને દુર્ગારામ મહેતાજી જેવા સુધારક મિત્રો સાથે સુરતના લત્તે લત્તે ફર્યા અને સુધરાઈ વિષે લોકોની ગેરસમજ દૂર કરવા પ્રયત્નો કર્યા. જનમત તૈયાર કરી સુધરાઈની સ્થાપના માટે વાતાવરણ ઊભું કરીને ફાર્બસ સાહેબે સુરતના વિકાસ માટે પાયા નાખ્યા. 1852માં સુરત શહેરમાં સુધરાઈની સ્થાપના થઈ.

ગુજરાત અને ગુજરાતી ભાષાને પ્રેમ કરનાર સંસ્કારપ્રેમી, જનહિતવાંચ્છક ફાર્બસ સાહેબને ગુજરાત હંમેશા કૃતજ્ઞતાથી યાદ રાખશે.

વાંચો જીવનઝરમર: દલપતરામ

વાંચો જીવનઝરમર: દુર્ગારામ મહેતાજી

Advertisements

2 thoughts on “એલેક્ઝાન્ડર કિ. ફૉર્બસ (ફાર્બસ સાહેબ)

  1. કવિ દલપતરામે લખેલું ‘ફાર્બસ-વિરહ’ કાવ્ય ભણવામાં આવ્યું હતું, પરંતુ યાદ નથી. ઘણા માનવીઓ દેશ-કાળથી પર હોય છે. ફાર્બસસાહેબ પણ એમાંનાં જ એક જણાયાં છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s