વિસરાતી વાતો

અમદાવાદમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર

1920માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું છઠ્ઠું અધિવેશન આયોજીત થયેલું. તેમાં ખાસ મહેમાન ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર હતા. હજી સાત વર્ષ પહેલાં 1913માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરને “ગીતાંજલિ” માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર (નોબેલ પ્રાઈઝ) એનાયત થયેલ. કવિવર રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પ્રાઈઝ જીતનાર પ્રથમ ભારતીય હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોર તરુણાવસ્થામાં અમદાવાદ રહી ચૂક્યા હતા. તે સમયે તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ… Continue reading અમદાવાદમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર

વિસરાતી વાતો

દાદાસાહેબ ફાળકે અને પ્રથમ ભારતીય ફિલ્મ

. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકે નાસિકના વતની. તેમણે 1913માં ભારતમાં પ્રથમ ફીચર ફિલ્મ બનાવી સિનેમાઉદ્યોગનો પાયો નાખ્યો. દાદાસાહેબ ફાળકે નિર્મિત ભારતની પ્રથમ ફીચર ફિલ્મ હતી “રાજા હરિશ્ચન્દ્ર”. તે પૂર્ણ લંબાઈની સંપૂર્ણપણે ભારતીય પ્રથમ ફીચર ફિલ્મ હતી. તે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, સિનેમેટોગ્રાફર દાદાસાહેબ ફાળકે હતા. “રાજા હરિશ્ચન્દ્ર” ફિલ્મમાં રાજા હરિશ્ચન્દ્ર તથા રાણી તારામતીની કથા… Continue reading દાદાસાહેબ ફાળકે અને પ્રથમ ભારતીય ફિલ્મ

વિસરાતી વાતો

એલેક્ઝાન્ડર કિ. ફૉર્બસ (ફાર્બસ સાહેબ)

. ગુજરાત આ પ્રજાપ્રેમી અંગ્રેજ ઓફિસર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસને ફાર્બસ સાહેબ તરીકે જાણે છે. સ્કોટલેન્ડ (ઈંગ્લેન્ડ)ના વતની એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઈસ્ટ ઈંડિયા કંપનીની અંગ્રેજ હકૂમત માટે અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા. એપ્રિલ 15, 1850 ના રોજ ફાર્બસ સાહેબની સુરતના સેશન્સ જજ તરીકે નિમણૂક થઈ. ફાર્બસ સાહેબે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી તથા અન્ય… Continue reading એલેક્ઝાન્ડર કિ. ફૉર્બસ (ફાર્બસ સાહેબ)

વિસરાતી વાતો

શેઠ કસ્તુરભાઈ લાલભાઈ

. શેઠ કસ્તુરભાઈ લાલભાઈના દાદા શેઠ દલપતભાઈ. શેઠ કસ્તુરભાઈના પિતા શેઠ લાલભાઈ તથા માતા મોહિનાબા. લાલભાઈ શેઠે 1905માં અમદાવાદમાં “રાયપુર મિલ”ની સ્થાપના સાથે કાપડ-મિલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. 1912માં લાલભાઈ શેઠનું અવસાન થતાં તેમના વચેટ પુત્ર કસ્તુરભાઈએ કોલેજનો અભ્યાસ અધૂરો છોડ્યો અને પિતાની મિલ સંભાળી. 1921માં કસ્તુરભાઈએ બીજી મિલ સ્થાપી : અશોક મિલ. (પોતાના મોટા ભાઈ ચિમનભાઈના… Continue reading શેઠ કસ્તુરભાઈ લાલભાઈ

વિસરાતી વાતો

ગોવર્ધનરામ ત્રિપાઠી

. ગોવર્ધનરામ ત્રિપાઠી (1855-1907) ગુજરાતી ભાષાના મહાન સાક્ષર. ગુજરાતી ભાષાની સુપ્રસિદ્ધ મહાનવલ “ સરસ્વતીચંદ્ર ”ના સમર્થ કર્તા. ગોવર્ધનરામ ત્રિપાઠીએ 1885માં આરંભેલી મહાનવલ “સરસ્વતીચંદ્ર” પાંચ વર્ષના અંતે 1900ના ડિસેમ્બરની 23મી તારીખે લખાઈ રહી. આ સાથે જ ગોવર્ધનરામ ત્રિપાઠીની કીર્તિ ચોમેર પ્રસરી રહી. ગુજરાતના આ મહાન નવલકથાકાર 1907માં ચોથી જાન્યુઆરીએ સ્વર્ગવાસી થયા. ગુજરાતની પ્રજાએ, આપણે સૌ ગુજરાતીઓએ… Continue reading ગોવર્ધનરામ ત્રિપાઠી