મુક્તપંચિકા

December 21, 2006 at 4:08 am 1 comment

.

પ્રિય મિત્રો,

આ વર્ષના પ્રારંભમાં મેં “મુક્તપંચિકા” રચવાની શરૂ કરી.

મે, 2006માં “બ્લોગર” પર મારા ગુજરાતી બ્લોગનો પ્રારંભ થયો:
મુક્તપંચિકા તથા કવિતા”. URL: http://gujarat1.blogspot.com

ગુજરાતી સાહિત્યના લઘુકાવ્યના વિશિષ્ટ પ્રકાર “મુક્તપંચિકા”થી આપ આજે સારી રીતે માહિતગાર છો. ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ પર મુક્તપંચિકાની પ્રથમ રજૂઆત ઉપરોક્ત બ્લોગ પર થઈ.

અંગત અનુભવથી અને મિત્રો સાથેની ચર્ચામાં પણ મને યુનિકોડનું મહત્ત્વ સમજાયું છે. મિત્રોના આગ્રહથી બ્લોગર – બ્લોગસ્પોટ પરના મારા બ્લોગની મુક્તપંચિકાઓ હવે યુનિકોડમાં “મધુસંચય” પર મૂકી રહ્યો છું. આપ આ નિર્ણયને આવકારશો તે અપેક્ષા.

…………..

14/05/2006 મુક્તપંચિકા

મુક્તપંચિકા કોઈ ભાવ વ્યક્ત કરે છે અથવા ચિત્ર ખડું કરે છે. તેમાં દ્રશ્ય-વર્ણન, શબ્દચિત્ર કે ભાવચિત્ર હોઈ શકે. તે કદાચ રસાત્મક કે બોધાત્મક પણ હોઈ શકે. જેમ જેમ આ પ્રકાર ખેડાતો જશે, તેમ તેમ સમૃદ્ધ થતો જશે.

મુક્તપંચિકામાં પાંચ પંક્તિઓ છે.

મુક્તપંચિકાની પ્રથમ પંક્તિમાં પાંચ અક્ષરો છે, બીજી પંક્તિમાં પણ પાંચ અક્ષરો છે તે જ રીતે ચોથી-પાંચમી પંક્તિઓમાં પાંચ-પાંચ અક્ષરો છે. માત્ર ત્રીજી પંક્તિમાં સાત અક્ષરો છે.

આમ, મુક્તપંચિકાની પાંચ પંક્તિઓમાં તાન્કાની માફક કુલ 27 અક્ષરો છે, પરંતુ મુક્તપંચિકાનું પંક્તિ-અનુસાર બંધારણ 5, 5, 7, 5, 5 અક્ષરોનું છે.

ગુજરાતી ભાષાની પ્રથમ મુક્તપંચિકામાં મેં આપને તેના સરળ બંધારણને સમજાવેલ. આવો, આપણે તે મુક્તપંચિકા માણીએ:

ગુજરાતી ભાષાની પ્રથમ મુક્તપંચિકા:

…………….

પાંચ, પાંચ ને
સાત ત્રીજીમાં,
ચોથી-પાંચમી પાંચ,
આમ, બનાવો
મુક્તપંચિકા.

…………….

21/12/2006

અગાઉની મુક્તપંચિકાઓ આપ “મધુસંચય” પર માણી શકશો.

મારી નવી મુક્તપંચિકાઓ હવેથી “મધુસંચય”ને સ્થાને આ બ્લોગ “અનુપમા” પર પ્રસિદ્ધ થતી જશે.
.. આભાર…. હરીશ દવે અમદાવાદ

Entry filed under: મુક્તપંચિકા. Tags: , , , , , , , , , , , .

પસંદગીની મુક્તપંચિકા

1 Comment Add your own

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

Blog Stats

  • 17,397 hits

તાજેતરની પોસ્ટ્સ


%d bloggers like this: