મુક્તપંચિકા: 04/03/2007
March 4, 2007
.
મુક્તપંચિકા : 04/03/2007 (હોળી)
ફાગણનો મહિનો.
હોળી-ધૂળેટીનો રંગભર્યો તહેવાર …..
અને અનુપમા પર મુક્તપંચિકામાં રગછાંટણાં ન થાય તો કેમ ચાલે?
* * * * * * * * * * * * *
મુક્તપંચિકા: હોળી (1)
મત્તછકેલું
રાતું જોબન
ફાગણ કેરા રંગે
રંગાતું જાતું
સાજન સંગે.
* * * * * * * * * *
મુક્તપંચિકા: હોળી (2)
રંગરસીલી
કેસરકાયા
કેસૂડાની – ભીંજાતી
નમણી નારી
સમ- વિલસે.
* * * * * * * * * *
મુક્તપંચિકા: હોળી (3)
નવપલ્લવ
કેસૂડા કેરી
શાખે ફાગણ છાંટે
ચિત્તાકર્ષક
રંગબહાર.
* * * * * * * * * *
મુક્તપંચિકા: હોળી (4)
ફાગણભીના
કેસૂડાસમ
કેસરવર્ણી કાયા
ભીંજે સાજન
કેરી નજર્યું.
* * * * * * * * * * *
આપ મારી રચેલી અન્ય મુક્તપંચિકાઓ ઊર્મિબહેન સંચાલિત “સહિયારું સર્જન” પર વાંચી શકશો. … હરીશ દવે … અમદાવાદ
Entry Filed under: મુક્તપંચિકા. Tags: anupama, Gujarat, Gujarati, Gujarati blog, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, અનુપમા, મુક્તપંચિકા, Harish Dave, હોળી, રંગ, યૌવન, .
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed