એલેક્ઝાન્ડર કિ. ફૉર્બસ (ફાર્બસ સાહેબ)

January 17, 2007

.

ગુજરાત આ પ્રજાપ્રેમી અંગ્રેજ ઓફિસર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસને ફાર્બસ સાહેબ તરીકે જાણે છે.

સ્કોટલેન્ડ (ઈંગ્લેન્ડ)ના વતની એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઈસ્ટ ઈંડિયા કંપનીની અંગ્રેજ હકૂમત માટે અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા.

એપ્રિલ 15, 1850 ના રોજ ફાર્બસ સાહેબની સુરતના સેશન્સ જજ તરીકે નિમણૂક થઈ. ફાર્બસ સાહેબે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી તથા અન્ય અગ્રણી પ્રજાજનો સાથે મૈત્રીભર્યા સંબંધો વિકસાવ્યા.

સુરત શહેર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઉર્ફે ફાર્બસ સાહેબ પ્રતિ ત્રણ મુખ્ય કાર્યોથી ઋણી રહેશે:

પ્રથમ તો, ફાર્બસ સાહેબની પ્રેરણાથી જુલાઈ 1, 1850ના રોજ સુરતમાં વિખ્યાત એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના થઈ.

બીજું, ફાર્બસ સાહેબની જ પ્રેરણાથી ઓક્ટોબર 10, 1850ના દિને સુરત શહેરના પ્રથમ વર્તમાનપત્ર “સુરત સમાચાર”નો આરંભ થયો.

ત્રીજું, સુધરાઈની સ્થાપના માટે જનમત કેળવવાનું. તે સમયે પ્રજા એટલી રૂઢિચુસ્ત હતી કે સુધરાઈ જેવી લોકોપયોગી સંસ્થા વિષે પણ તર્ક-વિતર્ક કરતી હતી. ફાર્બસ સાહેબ કવિ દલપતરામ અને દુર્ગારામ મહેતાજી જેવા સુધારક મિત્રો સાથે સુરતના લત્તે લત્તે ફર્યા અને સુધરાઈ વિષે લોકોની ગેરસમજ દૂર કરવા પ્રયત્નો કર્યા. જનમત તૈયાર કરી સુધરાઈની સ્થાપના માટે વાતાવરણ ઊભું કરીને ફાર્બસ સાહેબે સુરતના વિકાસ માટે પાયા નાખ્યા. 1852માં સુરત શહેરમાં સુધરાઈની સ્થાપના થઈ.

ગુજરાત અને ગુજરાતી ભાષાને પ્રેમ કરનાર સંસ્કારપ્રેમી, જનહિતવાંચ્છક ફાર્બસ સાહેબને ગુજરાત હંમેશા કૃતજ્ઞતાથી યાદ રાખશે.

વાંચો જીવનઝરમર: દલપતરામ

વાંચો જીવનઝરમર: દુર્ગારામ મહેતાજી

Entry Filed under: વિસરાતી વાતો. .

2 Comments Add your own

  • 1. કવિ દલપતરામ « મધુસંચય  |  January 17, 2007 at 3:42 pm

    [...] 1846માં ફાર્બસ સાહેબ (એલેક્ઝાંડર ફોર્બ્સ) અમદાવાદમાં [...]

    Reply
  • 2. Chirag Patel  |  May 11, 2007 at 9:49 pm

    કવિ દલપતરામે લખેલું ‘ફાર્બસ-વિરહ’ કાવ્ય ભણવામાં આવ્યું હતું, પરંતુ યાદ નથી. ઘણા માનવીઓ દેશ-કાળથી પર હોય છે. ફાર્બસસાહેબ પણ એમાંનાં જ એક જણાયાં છે.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

Dr.Sudhir Shah on આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મ…
હરીશ દવે on આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મ…
pravinash1 on વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈ…
વિશ્વદીપ બારડ on ભાવનગરની શામળદાસ કોલેજ
Junagadh City on ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધ…
Health Care Facts on ભારતરત્ન જે આર ડી ટાટા અને…
Junagadh District on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

મુક્તપંચિકા

Blog Stats