Archive for December, 2006

મુક્તપંચિકા: 14/07/06 Muktapanchika 14/07

.

ધગતે હૈયે
અતીત જાગે!
યાદો પીગળે આંખે!
આંસુ થઈને
ગાલે સરકે!

* * * * * *


Add comment December 23, 2006

મુક્તપંચિકા: 22/06/06

.

સપ્તપદીના
પાવન મંત્રે
પગલાં માંડે ધીમા!
કોડભરેલી
ધીર યૌવના!


Add comment December 23, 2006

મુક્તપંચિકા: 31/05/06

.

લાવને તારી
નાજુક, નાની
હથેલીમાં, સજની
વહાલી! નામ
લખું હું મારું.

————-

રક્તિમ-પીળું
કેસરિયાળું,
બિન વાદળ નભ
નીરવ, સ્તબ્ધ!
જો! સૂર્ય અસ્ત!

————–


1 comment December 21, 2006

પસંદગીની મુક્તપંચિકા:(16/05/06)

.
રેશમ રાતે,
હળવા શ્વાસે,
બંધ પલક પર,
છાનુંછપનું
ઝૂલે શમણું.


Add comment December 21, 2006

પસંદગીની મુક્તપંચિકા

મુક્તપંચિકાઓ: મૂળ પ્રસિદ્ધિ તારીખ: 14/05/2006

————–

રંગતરંગે,
અતિ ઉમંગે,
હૈયું ઠાલું હરખે!
છુપી ન છુપે
પ્રથમ પ્રીત.

———–

સપનું બની,
આંખમાં તારી,
સાજન! મારા વ્હાલા!
રહેવું મારે
વિરહ રાતે.

———–


Add comment December 21, 2006

પસંદગીની મુક્તપંચિકા

મુક્તપંચિકાઓ: મૂળ પ્રસિદ્ધિ તારીખ: 14/05/2006

…………

વિશ્વફલક
પર, સઘળે
ખોજી- થાક્યો- તુજને,
ભીતર જોતાં
પામ્યો મુજને.

————–

આંબે ટહૂકી
કોયલ કાળી,
ચોમેર હરિયાળી,
રંગરસીલી
વસંત જામી.

————–

શીતલ વાયુ,
મંદ સુગંધ,
તૃણે તૃણે આનંદ!
તિમિર ક્ષય,
સૂર્ય ઉદય.

————

કોઈ ન પાસ,
ન આશ ભલે,
તું શાને ખોતો હામ?
પથિક ચાલ,
દૂર મુકામ.

————-

———-

રામ-રહીમ,
નાનક-ખ્રિસ્ત,
મહાવીર કે બુદ્ધ!
આખર તારું
એક જ રૂપ !

———-


Add comment December 21, 2006

મુક્તપંચિકા

.

પ્રિય મિત્રો,

આ વર્ષના પ્રારંભમાં મેં “મુક્તપંચિકા” રચવાની શરૂ કરી.

મે, 2006માં “બ્લોગર” પર મારા ગુજરાતી બ્લોગનો પ્રારંભ થયો:
મુક્તપંચિકા તથા કવિતા”. URL: http://gujarat1.blogspot.com

ગુજરાતી સાહિત્યના લઘુકાવ્યના વિશિષ્ટ પ્રકાર “મુક્તપંચિકા”થી આપ આજે સારી રીતે માહિતગાર છો. ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ પર મુક્તપંચિકાની પ્રથમ રજૂઆત ઉપરોક્ત બ્લોગ પર થઈ.

અંગત અનુભવથી અને મિત્રો સાથેની ચર્ચામાં પણ મને યુનિકોડનું મહત્ત્વ સમજાયું છે. મિત્રોના આગ્રહથી બ્લોગર - બ્લોગસ્પોટ પરના મારા બ્લોગની મુક્તપંચિકાઓ હવે યુનિકોડમાં “મધુસંચય” પર મૂકી રહ્યો છું. આપ આ નિર્ણયને આવકારશો તે અપેક્ષા.

…………..

14/05/2006 મુક્તપંચિકા

મુક્તપંચિકા કોઈ ભાવ વ્યક્ત કરે છે અથવા ચિત્ર ખડું કરે છે. તેમાં દ્રશ્ય-વર્ણન, શબ્દચિત્ર કે ભાવચિત્ર હોઈ શકે. તે કદાચ રસાત્મક કે બોધાત્મક પણ હોઈ શકે. જેમ જેમ આ પ્રકાર ખેડાતો જશે, તેમ તેમ સમૃદ્ધ થતો જશે.

મુક્તપંચિકામાં પાંચ પંક્તિઓ છે.

મુક્તપંચિકાની પ્રથમ પંક્તિમાં પાંચ અક્ષરો છે, બીજી પંક્તિમાં પણ પાંચ અક્ષરો છે તે જ રીતે ચોથી-પાંચમી પંક્તિઓમાં પાંચ-પાંચ અક્ષરો છે. માત્ર ત્રીજી પંક્તિમાં સાત અક્ષરો છે.

આમ, મુક્તપંચિકાની પાંચ પંક્તિઓમાં તાન્કાની માફક કુલ 27 અક્ષરો છે, પરંતુ મુક્તપંચિકાનું પંક્તિ-અનુસાર બંધારણ 5, 5, 7, 5, 5 અક્ષરોનું છે.

ગુજરાતી ભાષાની પ્રથમ મુક્તપંચિકામાં મેં આપને તેના સરળ બંધારણને સમજાવેલ. આવો, આપણે તે મુક્તપંચિકા માણીએ:

ગુજરાતી ભાષાની પ્રથમ મુક્તપંચિકા:

…………….

પાંચ, પાંચ ને
સાત ત્રીજીમાં,
ચોથી-પાંચમી પાંચ,
આમ, બનાવો
મુક્તપંચિકા.

…………….

21/12/2006

અગાઉની મુક્તપંચિકાઓ આપ “મધુસંચય” પર માણી શકશો.

મારી નવી મુક્તપંચિકાઓ હવેથી “મધુસંચય”ને સ્થાને આ બ્લોગ “અનુપમા” પર પ્રસિદ્ધ થતી જશે.
.. આભાર…. હરીશ દવે અમદાવાદ


Add comment December 21, 2006


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

nilam doshi on “કુમાર” મા…
aakash on ઇન્ડિયાના …
કુણાલ on પ્રથમ વિશ્…
કુણાલ on સુરતના સવિ…
અનિમેષ … on સુરતના સવિ…
વિશ્વદ… on ગાંધીજીના …
મહાત્મ… on ગાંધીજીના …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Links

Blog Stats